પ્રસૂતિના ચિહ્નો ક્યાંથી ઉત્પન્ન થાય છે. માતા કે ગર્ભમાંથી ? પ્રસૂતિના કાર્ય કરતાં મુખ્ય અંતઃસ્ત્રાવોને વર્ણવો.
પ્રસૂતિ એ સંયુક્ત ચેતા અંતઃસ્ત્રાવી નિયંત્રણ અને સહનિયમન દ્વારા થતી પ્રક્રિયા છે. પ્રસૂતિના સંકેતો પૂર્ણ રીતે વિકાસ પામતાં ગર્ભમાંથી અને જરાય દ્વારા ઉત્પન્ન થાય છે કે જે ગર્ભાશયના ધીમાં સંકોચન રૂપે ઉત્પન્ન થાય છે કે જેને ગર્ભના બહાર નીકળવા માટેની પ્રતિક્રિયા કહે છે.
પ્રસૂતિમાં ભાગ ભજવતો અંતઃસ્રાવ ઑક્સિટોસીન છે કે જે ગર્ભાશયના સ્નાયુઓ ઉપર અસર કરે છે અને ગર્ભાશયના તીવ્ર સંકોચનો ઉત્પન્ન કરે છે. આ પ્રક્રિયા ગર્ભાશયમાંથી જન્મમાર્ગ દ્વારા બાળકને બહાર લાવે છે.
ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીમાં કયો અંતઃસ્ત્રાવ સ્ત્રાવ પામે છે ?
નીચેનામાંથી કેટલા અંત:સ્ત્રાવો જરાયુ દ્વારા બને છે ?
ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન, રિલેકસીન, $hCG, hPL$
કેટલાક અંતઃસ્ત્રાવ જેવા કે $hCG, hPL$, ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ..... દ્વારા ઉત્પન્ન થાય છે.
જરાયુ શું ધરાવે છે ?
અંતઃસ્ત્રાવી કાર્યો સિવાય જરાયુના બીજા કાર્યો જણાવો.