$p-$ વિભાગનાં તત્ત્વોની સામાન્ય માહિતી આપો.
સમૂહ $13$ થી $18$ નાં તત્ત્વો આ વિભાગનાં તત્ત્વો છે. એક જ આવર્તમાં પરમાણુક્રમાંક વધે તેમ વિદ્યુત ઋણમયતા, આયનીકરણ એન્થાલ્પી અને ઑક્સિડેશન ક્ષમતા ક્રમશઃ ઘટે છે. એક જ સમૂહનાં તત્ત્વોમાં સામાન્ય રીતે પરમાણુક્રમાંક વધે તેમ સહસંયોજક ત્રિજ્યા, વાન્ડર વાલ્સ ત્રિજ્યા અને ધાત્વીય ગુણધર્મ ક્રમશઃ વધે છે.
આ વિભાગમાં રહેલા એક સમૂહમાં અધાતુ, અર્ધધાતુ અને ધાતુ તત્ત્વોનો સમાવેશ થયેલો જોવા મળે છે. પરંતુ આવર્તમાં ધાત્વીય ગુણધર્મ પરમાણુક્રમાંક વધતાં ઘટે છે. તેઓની સંયોજકતા કોશની ઇલેક્ટ્રૉનીય રચના $ns^2np^{1-6}$છે (લિલિયમ સિવાય) છે. આ તત્ત્વોની મહત્તમ ઑક્સિડેશન અવસ્થાનું મૂલ્ય તેના સમૂહના મૂલ્યમાંથી દસ બાદ $(-10)$ કરવાથી મળે છે. સમૂહ $13$ થી $16$ માં ઉપરથી નીચે તરફ જતાં મહત્તમ ઑક્સિડેશન અવસ્થાના મૂલ્યમાંથી બે બાદ કરતાં $(-2)$ મળતી ઑક્સિડેશન અવસ્થાની સ્થિરતામાં વધારો થાય છે, આ વલણને નિષ્ક્રિય યુગ્મ અસર કહે છે.
sometime attributed to the 'inert pair effect'.
સમૂહ | $13$ | $14$ | $15$ | $16$ | $17$ | $18$ |
સામાન્ય ઇલેક્ટ્રોનિય રચના | ${n s^{2} n p^{1}}$ | $n s^{2} n p^{2}$ | $n s^{2} n p^{3}$ | $n s^{2} n p^{4}$ | $n s^{2} n p^{5}$ |
$n s^{2} n p^{6}$ $\left(1 s^{2}\right.$ for $He$) |
સમુહનું પ્રથમ તત્વ | $B$ | $\mathrm{C}$ | $N$ | $\mathrm{O}$ | $\mathrm{F}$ |
$\mathrm{He}$ |
સમૂહ ઓક્સિડેશન અવસ્થા | $+3$ | $+4$ | $+5$ | $+6$ | $+7$ | $+8$ |
અન્ય ઓક્સિડેશન અવસ્થા | $+1$ | $+2,-4$ | $+3,-3$ | $+4,+2,-2$ | $+5,+3,+1,-1$ | $+6,+4,+2$ |
ગરમ થાય ત્યારે નીચેના પૈકી કયા સારાંશ છે
કારણો આપો :
$(i)$ સાંદ્ર $HNO_3$ નું પરિવહન એલ્યુમિનિયમના પાત્રમાં કરી શકાય છે.
$(ii)$ ગટરની બંધ નળીને ખોલવા માટે મંદ $NaOH$ અને એલ્યુમિનિયમના ટુકડાનું મિશ્રણ ઉપયોગમાં લેવાય છે.
$(iii)$ ગ્રેફાઇટ ઊંજણ તરીકે ઉપયોગી છે.
$(iv)$ હીરાનો ઉપયોગ અપઘર્ષક તરીકે થાય છે.
$(v)$ એલ્યુમિનિયમ મિશ્ર ધાતુનો ઉપયોગ વિમાન બનાવવા થાય છે.
$(vi)$ એલ્યુમિનિયમના વાસણને આખી રાત પાણીમાં રાખવા જોઈએ નહીં.
$(vii)$ એલ્યુમિનિયમ તારનો ઉપયોગ સંચરણ વાયર બનાવવા થાય છે.
આપેલ પ્રક્રિયામાં $'X'$ સંબંધિત ખોટું નિવેદન કયું છે $B{F_3} + LiAl{H_4}\xrightarrow{{Ether}}\left( X \right) + LiF + Al{F_3}$
બોરોન ટ્રાયક્લોરાઇડ શા માટે લુઈસ ઍસિડ તરીકે વર્તે છે ?
તટસ્થ પરમાણુ $XF_3$ એ શૂન્ય દ્વિધ્રુવીય ચાકમાત્રા ધરાવે છે. માટે તત્વ $X$ મોટે ભાગે ક્યો હશે?