- Home
- Standard 12
- Biology
નરમાં પ્રજનન સહાયક નલિકાઓ વિશે માહિતી આપો.
Solution

નરમાં પ્રજનન સહાયક નલિકાઓમાં વૃષણજાળ (rete testis), શુક્રવાહિકાઓ(vasaefferentia), અધિવૃષણ નલિકા (epididymis) અને શુક્રવાહિની(vas deferens)નો સમાવેશ થાય છે (આકૃતિ $b$).
શુક્રપિંડની શુક્રઉત્પાદક નલિકાઓ, શુક્રવાહિકાઓમાં વૃષણજાળ મારફતે ખૂલે છે.
શુક્રવાહિકાઓ શુક્રપિંડમાંથી બહાર આવી અને દરેક શુક્રપિંડોની પશ્ચ સપાટીએ સ્થાન પામેલ અધિવૃષણ નલિકામાં ખૂલે છે.
અધિવૃષણનલિકા ઉદરમાં ઉપરની તરફ શુક્રવાહિની તરીકે આગળ વધે છે અને મૂત્રાશયની ઉપર પાશ (loops) બનાવે છે.
તેની સાથે શુક્રાશય (seminalvesicle)ની નલિકાઓ જોડાઈ મૂત્રમાર્ગ(urethra)માં સ્ખલનનલિકા તરીકે ખૂલે છે (આકૃતિ $a$).
આ નલિકાઓ શુક્રકોષોનો સંગ્રહ અને શુક્રપિંડોથી મૂત્રમાર્ગ દ્વારા બહારની તરફ વહન કરાવે છે.મૂત્રજનનમાર્ગ શિશ્નમાંથી પસાર થાય તે પહેલાં બલ્બોયુરેશ્રલ ગ્રંથિની નલિકા સાથે જોડાય છે.
મૂત્રમાર્ગ મૂત્રાશયમાંથી ઉદ્ભવે છે અને શિશ્ન દ્વારા આગળ વધી મૂત્રમાર્ગ મુખ (urethralmeatus) થી ઓળખાતા છિદ્ર દ્વારા બહાર ખૂલે છે.