વૈજ્ઞાનિક કારણો આપો : મકાઈ પર્ણોમાં ભેજગ્રાહી કોષો આવેલા હોય છે.
મકાઈના પર્ણના ઉપરિ અધિસ્તરમાં થોડા થોડા અંતરે પ્રમાણમાં મોટા કદના $5$ થી $7$ કોષોના સમૂહમાં ક્યુટિકલ અને હરિતકણવિહીન કોષોના સમૂહ આવેલા છે જેમાં બંને પાર્શ્વબાજુએ નાના અને વાંકા એકકોષીય વક્રરોમ આવેલા હોય છે.
જ્યારે વાતાવરણમાં ભેજ ઘટે અને શુષ્કતા વધે ત્યારે યાંત્રિકકોષો પાણી ગુમાવે છે. તેથી કોષો આશૂનતા ગુમાવતાં પર્ણપત્ર વીંટળાય છે. આમ, પર્ણપત્રનું ક્ષેત્રફળ ઘટતાં બાષ્પોત્સર્જન થતું અટકે છે. ભેજવાળા વાતાવરણમાં આ કોષો પાણીનું શોષણ કરી ફૂલે છે. તેથી પર્ણપત્ર ખૂલે છે. પરિણામે આ કોષોને ભેજગ્રાહી કોષો પણ કહે છે.
આમ, આ કોષો પર્ણનું હલનચલન પ્રેરતા હોવાથી તેમને યાંત્રિકકોષો કહેવામાં આવે છે.
આમ, મકાઈના પર્ણમાં ભેજગ્રાહી કોષો જોવા મળે છે.
એકદળી પર્ણમાં આ ન હોય
ભેજગ્રાહી કોષો આના માટે જવાબદાર છે :
મકાઈના પર્ણની અંત:સ્થ રચના વર્ણવો.
ભેજગ્રાહીકોષોનું સ્થાન $...................$
સમદ્વિપાર્શ્વ પર્ણમાં પર્ણરંદ્રો