- Home
- Standard 11
- Biology
વૈજ્ઞાનિક કારણો આપો : રાઝોફોરા વનસ્પતિના મૂળને શ્વસનમૂળ કહે છે.
Solution
દરિયા કિનારે કાદવ કીચડવાળી ક્ષારજ જમીનમાં ઉગતી વનસ્પતિને મેન્ગ્રોવ કહે છે. તેનું ઉદાહરણ તીવાર અને રાઈઝોફોરા છે. કાદવ કીચડ અને ખારા પાણીને કારણે પાણીમાં ઑક્સિજન સમાવવાની ક્ષમતા ઓછી હોય છે. આથી તેના મૂળતંત્રને પૂરતો ઑક્સિજન મળતો નથી. તેથી ઓક્સિજન મેળવવા માટે સ્થાનિક મૂળોમાંથી ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ દિશામાં જમીનમાંથી પ્રકાશ તરફ વિકાસ પામતાં મૂળ ઉત્પન્ન થાય છે. આ મૂળ છિદ્રાળુ હોય છે, જે વાતારણમાંથી $O_{2}$ ગ્રહણ કરી મૂળતંત્રને ઑક્સિજન પૂરો પાડે છે. આવા મૂળને શ્વસનમૂળ કહે છે.
Similar Questions
યોગ્ય જોડકા જોડો :
કોલમ – $I$ |
કોલમ – $II$ |
$1.$ ગાજર અને ટર્નીપ |
$p.$ શાખામાંથી ઉત્પન્ન થતા મૂળ |
$2.$ વડનું ઝાડ |
$q.$ સોટીમૂળ |
$3.$ મકાઈ અને શેરડી |
$r.$ પ્રરોહ તંત્ર |
$4.$ કલિકા |
$s.$ ભૂમીની નજીક આવેલી નીચેના ગાંઠવિસ્તારમાંથી ઉત્પન્ન થતા મૂળ |