ઉદ્ભવસ્થાનના આધારે મૂળતંત્રના પ્રકારો તથા કાર્યો જણાવો.
$\Rightarrow$ મોટાભાગની દ્વિદળી વનસ્પતિઓમાં ભૃણમૂળ (આદિમૂળ - radicle) પ્રલંબન પામી પ્રાથમિક મૂળની રચના કરે છે.
$\Rightarrow$ તે જમીનની અંદર વૃદ્ધિ પામે છે.
$\Rightarrow$ તે ઘણી રીતે ગોઠવાયેલ પાર્ષીય મૂળ (Lateral Root) ધરાવે છે. જે દ્વિતીયક, તૃતીયક મૂળ તરીકે ઓળખાય છે.
$\Rightarrow$ સોટીમય મૂળતંત્ર (Tap Root system) : પ્રાથમિક મૂળ અને તેની શાખાઓ સોટીમય મૂળતંત્રની રચના કરે છે. ઉદા., રાઈ વનસ્પતિ.
$\Rightarrow$ તંતુમય મૂળતંત્ર (Fibrous Root system) : એકદળી વનસ્પતિઓમાં પ્રાથમિક મૂળ અલ્પજીવી (Short Lived) અને તેને બદલે તે જગ્યાએ બીજા ઘણા મૂળ ઉદ્દભવે છે.
$\Rightarrow$ આ મૂળ પ્રકાંડના તલ ભાગેથી ઉત્પન્ન થાય છે અને તંતુમય મૂળતંત્ર (Fibrous Root system)નું નિર્માણ કરે છે જે ઘઉં જેવી વનસ્પતિમાં જોવા મળે છે.
નીચે આપેલ મૂળતંત્ર કઈ વનસ્પતિમાં જોવા મળે છે ?
_______ ના સોટી મૂળ ખોરાક સંગ્રહિત કરવા માટે પરિવર્તિત થયેલા છે.
મૂળના વિવિધ પ્રદેશો ધરાવતી નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
મૂળ ....... માં પાણીના શોષણ માટે મહત્ત્વનો ભાગ ભજવતુ નથી.
વૈજ્ઞાનિક કારણો આપો : રાઝોફોરા વનસ્પતિના મૂળને શ્વસનમૂળ કહે છે.