અન્યોન્ય પ્રેરકત્વની બે વ્યાખ્યા લખો. તે કઈ કઈ બાબતો પર છે. તે જણાવો .
$\phi_{2}= M _{21} I _{1}$ સમીકરણમાં જો $I _{1}=1$ એકમ લેવામાં આવે, તો $\phi_{2}= M _{21}$ પરથી વ્યાખ્યા આ મુજબ અપાય.
વ્યાખ્યા : "બે ગૂંચળાઓના તંત્રમાંના એક ગૂંચળામાં વહેતા એકમ વિદ્યુતપ્રવાહ દીઠ બીજ ગૂંચળા સાથે સંકળાયેલા ફલક્સને તે બે ગુંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરક્ત્વ કહે છે."
$\varepsilon_{2}=- M _{21} \frac{d I _{1}}{d t}$ માં જો $\frac{d I _{1}}{d t}=1$ એકમ લઈએ તો $\varepsilon_{2}=- M _{21}$ થાય તેના પરથી વ્યાખ્યા આપતાં.
વ્યાખ્યા : "બે ગુંચળાઓના તંત્રમાંના એક ગૂંચળામાં વિદ્યુત્રવાહના ફેરફારનો દર એક્મ હોય, તો તે સ્થિતિમાં બીજા ગૂંચળામાં ઉદ્ભવતા પ્રેરિત $emf$ ને બે ગૂંચળાઓના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ કહેવાય છે."
અન્યોન્ય મ્રેરકત્વનો એકમ $Wb/A$ અથવા $Vs/A$ અથવા હેન્રી અથવા $\Omega s$ છે.
અન્યોન્ય પ્રેરકત્વ નીચેની બાબતો પર આધારિત છે.
$(1)$ ગૂંચળાઓના આકાર
$(2)$ તેમના પરિમાણ
$(3)$ તેમના આંટાઓની સંખ્યા
$(4)$ ગૂંચળાંઓ વચ્ચેના માધ્યમના ચુંબકીય ગુણાધર્મ
$(5)$ તેમના સાપેક્ષનમન
$(6)$ તેમની સાપેક્ષ ગોઠવણ. (તેમની વચ્ચેના અંતર)
આપેલ આકૃતિમાં રહેલ બંને લૂપ વચ્ચે અનોન્યપ્રેરકત્વ કેટલુ થાય?
એક આંટો ધરાવતી $a$ બાજુવાળી ચોરસ લૂપને બીજા $b(b \gg a)$ બાજુવાળી ચોરસ લૂપની અંદર સમકેન્દ્રિય રીતે મુકેલ છે. જો $b$ બાજુવાળી ચોરસ લૂપની અંદર $I$ પ્રવાહ પસાર કરવામાં આવે તો આ બંને લૂપ વચ્ચેનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું થાય?
હેનરી શેનો $SI$ એકમ છે?
ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક અને ગૌણ ગૂંચળા વચ્ચે અનોન્યપ્રેરકત્વ $0.5\, H$ છે,પ્રાથમિક ગૂંચળા અને ગૌણ ગૂંચળાનો અવરોધ $20\,\Omega$ અને $5\,\Omega$ છે,ગૌણ ગૂંચળામાં પ્રવાહ $0.4\, A$ ઉત્પન્ન કરવા માટે પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહમાં કેટલા .......$A/s$ ફેરફાર થાય?
જ્યારે બે ગુચળાને એકબીજાની નજીક રાખવામા આવે ત્યારે તેમની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ કોના પર આધાર રાખે?