- Home
- Standard 12
- Biology
9.Biotechnology Principals and Process
easy
ન્યુક્લિએઝ ઉત્સેચકના પ્રકાર અને કાર્ય જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution

રિસ્ટ્રિક્શન ઉત્સેચકોનો ન્યુક્લિએઝિસ કહેવાતા ઉત્સેચકોના મોટા વર્ગમાં સમાવેશ થાય છે. તે બે પ્રકારના હોય છે. એક્સોન્યુક્લિએઝ અને એન્ડોન્યુક્લિએઝ. એક્સોન્યુક્લિએઝ $DNA$ ના છેડા પરથી ન્યુક્લિઓટાઈડ્સ ને દૂર કરે છે, જ્યારે ઍન્ડોન્યુક્લિએઝ $DNA$ ની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે.
પ્રત્યેક રિસ્ટ્રિક્શન ઍન્ડોન્યુક્લિએઝ $DNA$ ની શૃંખલાની લંબાઈનું નિરીક્ષણ કર્યા પછી તે કાર્ય કરે છે. જ્યારે તે પોતાનો વિશિષ્ટ ઓળખક્રમ પ્રાપ્ત કરી લે છે ત્યારે તે $DNA$ સાથે જોડાય છે અને બેવડા કુંતલની બંને શૃંખલાને શર્કરા-ફૉસ્ફેટ આધારસ્તંભોમાં વિશિષ્ટ કેન્દ્રો પરથી કાપે છે (આકૃતિ). પ્રત્યેક રિસ્ટ્રિકશન ઍન્ડોન્યુક્લિએઝ $DNA$ માં વિશિષ્ટ પેલિન્ડ્રોમિક ન્યુક્લિઓટાઈડ શૃંખલાઓ (palindromic nucleotide sequence)ને ઓળખે છે.
Standard 12
Biology