- Home
- Standard 11
- Chemistry
બોરોન તથા તેના સંયોજનોના ઉપયોગો જણાવો.
Solution
બોરોન રેસાઓનો બુલેટપૂફ જેકેટ બનાવવામાં તથા હવાઈ જહાજ માટે હલકા પદાર્થો બનાવવામાં થાય છે. બોરોન$-10$ $(10B)$ સમસ્થાનિક ન્યુટ્રોનને અવશોષવાની વધુ ક્ષમતા ધરાવે છે. તેથી ન્યુક્લિયર ઉધોગોમાં રક્ષણાત્મક આવરણ તથા નિયંત્રણ સળિયા તરીકે ઉપયોગી છે.
બોરેક્ષ અને બોરિક ઍસિડનો ઉપયોગ ઉષ્માપ્રતિકારક કાચ (પાયરેક્સ), કાચનું ઊન, કાચના રેસા બનાવવામાં થાય છે. બોરેક્ષ ધાતુઓના સોલ્ડરિંગ કરવા માટે ફલક્સ તરીકે ઉપયોગી છે.
ઉષ્મા, લિસોટા તથા ડાધા પ્રતિકારક માટીના વાસણો બનાવવામાં તથા ઔષધીય સાબુની બનાવટમાં ઉપયોગી છે. $\mathrm{H}_{3} \mathrm{BO}_{3}$ નું મંદ જલીય દ્રાવણ મંદ જીવાણુનાશી તરીકે ઉપયોગી છે.
Similar Questions
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો. નીચે આપેલ વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો:
સૂચિ $I$ | સૂચિ $II$ |
$A.$ $M$ $P$ $[\mathrm{K}]$ |
$I.$ $\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Ga}>\mathrm{Al} > \mathrm{B}$ |
$B.$ આયનિક ત્રિજ્યા $\left[\mathrm{M}^{+3} / \mathrm{pm}\right]$ |
$II.$ $\mathrm{B}>\mathrm{Tl}>\mathrm{Al} \approx \mathrm{Ga} > \mathrm{In}$ |
$C.$ $\Delta_{\mathrm{i}} \mathrm{H}_1 $ $ [\mathrm{~kJ} \mathrm{~mol}^{-1}]$ | $III.$ $\mathrm{Tl}>\mathrm{In}>\mathrm{Al}>\mathrm{Ga} > \mathrm{B}$ |
$D.$ પરમાણ્વીય ત્રિજ્યા $[pm]$ | $IV.$ $\mathrm{B}>\mathrm{Al}>\mathrm{Tl}>\mathrm{In} > \mathrm{Ga}$ |