- Home
- Standard 11
- Chemistry
વાતાવરણમાં રહેલા ઓક્સિજનમાંથી ઓઝોનનું નિર્માણ કેવી રીતે થાય છે ?
Solution
સમતાપ આવરણના ઉપરના ભાગમાં ઓઝોન વાયુ $\left(\mathrm{O}_{3}\right)$ આવેલો છે, જે સૂર્યમાંથી આવતા હાનિકારક પારજાંબલી $UV$ વિકિરણોથી રક્ષા આપે છે. આ વિકિરણો માનવજાતના ચામડીના કેન્સર માટે જવાબદાર છે. તેથી ઓઝોન સ્તરને જળવી રાખવું ખૂબ અગત્યનું છે.
સમતાપ આવરણમાં પારજાંબલી કિરણો જ્યારે ડાયક્સિજન $\left(\mathrm{O}_{2}\right)$ અનુ પર પડે છે, ત્યારે તેમાંથી બે મુક્ત ઓક્સિજન પરમાણુઓ બને છે. આ ઑક્સિજન પરમાણુ ડાયઓક્સિજન અણુ સાથે સંયોજાઈ ઓઝોન વાયુ બનાવે છે.
$\mathrm{O}_{2(\mathrm{~g})} \stackrel{\mathrm{UV}}{\longrightarrow} \mathrm{O}_{(\mathrm{g})}+\mathrm{O}_{(\mathrm{g})}$
$\mathrm{O}_{(\mathrm{g})}+\mathrm{O}_{2(\mathrm{~g})} \stackrel{\mathrm{UV}}{\longrightarrow} \mathrm{O}_{3(\mathrm{~g})}$
ઓઝોન ઉષ્માગતિશાસ્ત્ર રીતે અસ્થાયી હોય છે અને ઑક્સિજન અણુમાં વિધટન પામે છે. તેથી ઓઝોન અણુના નિર્માણ અને વિઘટન વચ્ચે ગતિશીલ સંતુલન સ્થપાય છે. સમતાપ આવરણમાં રહેલા કેટલાક રસાયકોને કારણો ઓઝોન સુરક્ષા સ્તરનું ક્ષયન થયું છે.