જો નક્કર અને પોલા સુવાહક ગોળાની ત્રિજ્યા સમાન હોય તો,
પોલો ગોળો વધુ મહત્તમ વિદ્યુતભાર પકડશે.
નક્કર ગોળો વધુ મહત્તમ વિદ્યુતભાર પકડશે.
બંને ગોળાઓ સમાન મહત્તમ વિદ્યુતભાર પકડશે.
બંને ગોળાઓ વિદ્યુતભાર પકડી શકે નહી.
$1\,cm$ અને $2\, cm$ ત્રિજ્યા ધરાવતા બે ગોળાઓને $1.5 \times 10^{-8}$ અને $0.3 \times 10^{-7}$ કુલબના ધન વિદ્યુતભારથી વિદ્યુતભારીત કરેલા છે. જ્યારે તેઓને તાર વડે જોડવામાં આવે છે તો વિદ્યુતભાર......
$R$ અને $2 R$ ત્રિજ્યા ધરાવતા બે ધાતુના ગોળાની પૃષ્ઠવિજભાર ઘનતા $\sigma$ સમાન છે.તે બંનેને સંપર્કમાં લાવવામાં આવે છે અને પછી અલગ કરવામાં આવે છે.તો તેના પર નવી પૃષ્ઠવિજભાર ઘનતા કેટલી થશે?
$a$ અને $b$ ત્રિજ્યાઓ ધરાવતા બે વિદ્યુતભારિત સુવાહક ગોળાઓને એક તાર વડે જોડવામાં આવે છે. બે ગોળાઓની સપાટીઓ પરના વિદ્યુતક્ષેત્રનો ગુણોત્તર કેટલો હશે? આ પરિણામનો ઉપયોગ કરી સુવાહકના તીણ અને ધારદાર છેડાઓ આગળ સપાટ વિભાગો કરતાં વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા શા માટે વધારે હોય છે તે સમજાવો.
$20\, cm$ અને $15\, cm$ ત્રિજ્યાવાળા વાહકગોળા અહાવક સ્ટેનડ પર મૂકેલા છે. બંને ઉપર સમાન $10\ \mu C $ જેટલો વિદ્યતભાર છે. તેઓને તાંબાના તાર સાથે જોડીને અલગ કરતાં .....
ધાતુઓમાં સ્થિત વિધુતશાસ્ત્ર સમજાવો. બાહ્ય વિધુતક્ષેત્રમાં ધાતુઓને મૂકતાં થતી અસર સમજાવો