એક નળાકારની લંબાઈ $ l = (4.00 \pm 0.01) \,cm$ , ત્રિજ્યા $ r = (0.250 \pm 0.001) \,cm$ છે અને દળ $m = (6.25 \pm 0.01)\,g $ છે. નળાકારના દ્રવ્યની ઘનતામાં પ્રતિશત ત્રુટિ ........... $\%$ હશે.
$12.1$
$0.121$
$12.18 $
$1.21$
ઘન આકારના પદાર્થની ઘનતા તેની ત્રણ બાજુઓ અને દળ માપીને નકકી કરવામાં આવે છે.જો તેના દળ અને લંબાઇ માપવામાં થતી સાપેક્ષ ત્રુટીઓ અનુક્રમે $1.5 \%$ અને $1 \%$ હોય, તો ઘનતા માપવામાં થતી મહત્તમ ત્રુટિ ........ $\%$
ભૌતિક રાશિ $P$ ને $P=\frac{a^2 b^3}{c \sqrt{d}}$ મુજબ દર્શાવવામાં આવે છે.$a, b, c$ અને $d$ ના માપનની પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1 \%, 2 \%, 3 \%$ અને $4 \%$ છે. તો $P$ ના માપનની પ્રતિશત ત્રુટિ $.....\%$ હશે.
બીકર (પાત્ર) જ્યારે ખાલી હોય ત્યારે દળ $(10.1 \pm 0.1) \,gm $ ગ્રામ છે. અને જ્યારે તે સંપૂર્ણ પ્રવાહીથી ભરેલું હોય ત્યારે તેનું દળ $ (17.3 \pm 0.1)$ ગ્રામ થાય છે. ચોકસાઈની શક્ય મર્યાદામાં પ્રવાહીના દળનું સર્વોતમ મૂલ્ય શું હશે ?
ગોળાની ત્રિજયા $(5.3 \pm 0.1) \,cm$ હોય,તો કદમાં પ્રતિશત ત્રુટિ કેટલી થશે?
ગુરુત્વાકર્ષણને લીધે આવતા પ્રવેગને સાદા લોલકનો ઉપયોગ કરીને પૃથ્વીની સપાટી પર માપવામાં આવે છે. જો $\alpha$ અને $\beta$ અનુક્રમે લંબાઈ અને સમયના માપનમાં સાપેક્ષ ત્રુટિ છે, તો ગુરુત્વાકર્ષણને કારણે પ્રવેગ માપનની પ્રતિશત ત્રુટી કેટલી થશે?