અવરોધ $R =\frac{ V }{ I },$ જ્યાં $V =(50 \pm 2) \;V$ અને $I=(20 \pm 0.2)\;A$ છે. $R$ માં પ્રતિશત ત્રુટિ $x \%$ છે. $x$ નું મૂલ્ય નજીકના પૂર્ણાંકમાં કેટલું હશે?
$3$
$6$
$7$
$5$
સાદા લોલકનાં દોલનોનો આવર્તકાળ $100\,cm$ લંબાઈના લોલક વડે માપવામાં આવે છે જેમાં $25$ દોલનો માટે માપેલ સમય $50\,sec$ જેટલો મળે છે. સ્ટોપવોચની લઘુત્તમ માપશક્તિ $0.1\,sec$ અને મીટર પટ્ટીની લઘુત્તમ માપશક્તિ $0.1\,cm$ હોય તો $g$ ના મૂલ્યમાં મહતમ પ્રતિશત ત્રુટિ કેટલા $\%$ હશે?
નિરપેક્ષ ત્રુટિ અને સાપેક્ષ (આંશિક) ત્રુટિની વ્યાખ્યા આપો.
ભૂલ અને ત્રુટિ વચ્ચેનો ભેદ સમજાવો.
નળાકારની લંબાઈ કે જે $0.1\, cm $ જેટલી અલ્પતમ ક્ષમતા ધરાવતાં મીટર સળિયાની મદદથી માપેલ છે. તેનો વ્યાસ $ 0.01\,cm$ અલ્પત્તમ ક્ષમતા ધરાવતા વર્નિયર કેલીપર્સની મદદથી માપેલ છે. આપેલ લંબાઈ $ 5.0\, cm$ અને $2.00\, cm $ વ્યાસ છે. કદમાં પ્રતિશત ત્રુટિ ........ $\%$ હશે .
ભૌતિકરાશિ $X$ એ માપી શકાય તેવી બીજી રાશિઓ $a,\, b,\, c$ અને $d$ સાથે સંબંધ ધરાવે છે. $X = a^2b^3c^{\frac {5}{2}}d^{-2}$ અને $a,\,b,\,c ,\,d$ તેના માપનમાં પ્રતિશત ત્રુટિ અનુક્રમે $1\,\%$, $2\,\%$, $3\,\%$ અને $4\,\%$ છે. તો $X$ માં ઉદભવતી પ્રતિશત ત્રુટિ ગણો. આ રીતે ગણતાં $X$ નું મૂલ્ય $2.763$ મળે છે તો આ પરિણામને યોગ્ય સાર્થક અંક સુધી round off કરો.