- Home
- Standard 12
- Physics
એક ઝેનર રેગ્યુલેટેડ પાવર સપ્લાયમાં $V_z = 6.0$ નો ઝેનર ડાયોડ રેગ્યુલેશન માટે ઉપયોગમાં લીધેલ છે. જરૂરી લોડ પ્રવાહ $4.0\, mA$ અને અનરેગ્યુલેટેડ ઈનપુટ $10.0\, V$ છે. શ્રેણી અવરોધ $R_s$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ ?
Solution
$R_s$ નું મૂલ્ય એટલું હોવું જોઈએ કે જેથી ઝેનરમાંથી પસાર થતો પ્રવાહ લોડ પ્રવાહ કરતાં ઘણો મોટો હોય. સારા રેગ્યુલેશન માટે આ જરૂરી છે. લોડ પ્રવાહ કરતાં પાંચ ગણો ઝેનર પ્રવાહ પસંદ કરો, એટલે કે $I_z = 20\, mA$. આથી, $R_s$ માંથી પસાર થતો કુલ વિદ્યુતપ્રવાહ $24\, mA$. $R_s$ ના છેડાઓ વચ્ચે વોલ્ટેજનો તફાવત $10.0 -6.0 = 4.0\, V$ છે. આથી, ${R_s} = 4.0\,V/(24 \times {10^{ – 3}})\,A = 167\,\Omega $.
આની નજીકનું કાર્બન અવરોધનું મૂલ્ય $150\,\Omega$ છે. આમ, $150\,\Omega$ નો શ્રેણી અવરોધ યોગ્ય છે. નોંધો કે અવરોધના મૂલ્યમાં નજીવો ફેરફાર અગત્યનો નથી, અગત્યનું એ છે કે પ્રવાહ $I_z$ નું મૂલ્ય $I_L$ કરતાં ઘણું મોટું હોવું જોઈએ.