એક વીજ પરિપથમાં $20\, C$ વીજભારનું નિશ્ચિત સમયમાં વહન કરવા માટે બેટરી જોડવામાં આવે છે. બેટરીની પ્લેટ વચ્ચે $15\, V$ વીજ સ્થિતીમાનનો તફાવત જાળવી રાખવામાં આવે છે. બેટરી દ્વારા થયેલ કાર્ય ..........$J$ છે.
$400$
$300$
$200$
$250$
બે વિદ્યુતભારો $-q$ અને $+q$ અનુક્રમે $(0, 0, -a)$ અને $(0, 0, a)$ બિંદુઓએ રહેલા છે.
$(a)$ $(0, 0,z)$ અને $(x,y,0)$ બિંદુઓએ વિદ્યુતક્ષેત્ર કેટલું કેટલું છે?
$(b)$ સ્થિતિમાન, ઉગમબિંદુથી કોઈ બિંદુના અંતર $r$ પર, $r/a\,>\,>\,1$ હોય ત્યારે કેવી રીતે આધારિત છે તે દર્શાવતું સૂત્ર મેળવો.
$(c)$ એક નાના પરીક્ષણ વિદ્યુતભારને $x$ -અક્ષ પર $(5, 0, 0)$ બિંદુથી $(-7, 0, 0)$ બિંદુ સુધી લઈ જવામાં કેટલું કાર્ય થશે? જો પરીક્ષણ વિદ્યુતભારનો માર્ગ તે જ બે બિંદુઓ વચ્ચે $x$ -અક્ષ પર ન હોત તો જવાબમાં ફેર પડે?
$r$ ત્રિજયા ધરાવતી સપાટીના કેન્દ્ર પર $q_2$ વિદ્યુતભાર મૂકેલો છે. તો $q_1$ વિદ્યુતભારને વર્તુળાકાર માર્ગ પર એક ભ્રમણ કરાવવા માટે કેટલું કાર્ય કરવું પડે?
હાઇડ્રોજન અયન અને એક આયનીય હીલિયમ અણુને સ્થિર સ્થિતિમાંથી સમાન વિદ્યુતસ્થિતિમાનના તફાવતથી પ્રવેગિત કરવામાં આવે છે, તો હાઇડ્રોજન અને હીલિયમની અંતિમ ઝડપનો ગુણોત્તર લગભગ કેટલો હશે?
બે વિદ્યુતભારો $+ q$ અને $+ q $ $r$ અંતરે મૂકેલા છે. તેમના વચ્ચેનું બળ $F$ છે. જો એક નિયત હોય અને બીજો $r$ ત્રિજ્યાના વર્તૂળમાં ભ્રમણ કરતો હોય તો થતું કાર્ય ....... હશે.
ચોંટાડી રાખેલ બિંદુવત્ વિદ્યુતભાર $Q$ પર અન્ય બીજો વિદ્યુતભાર $q$ દાગવામાં (ફેંકવવામાં) આવે છે, તેનો વેગ $v$ છે. જ્યારે તે વિદ્યુતભાર $Q$ થી ન્યુનતમ અંતર $r$ સુધી પહોંચે છે અને પછી તે દિશામાં પરત ફેંકાય છે. જો વિદ્યુતભાર $q$ ને $2 v$ વેગ આપવામાં આવેલ હોય, તો તે $Q$ થી કેટલો ન્યુનતમ અંતરે પહોંચે?