$1\,m$ લંબાઈ અને $1\,mm^2$ ક્ષેત્રફળ ધરાવતા બે બ્રાસ અને સ્ટીલના તારને શ્રેણીમાં જોડી તેના એક છેડાને દઢ આધાર સાથે જોડેલો છે.અને બીજા છેડાને ખેચવામાં આવે છે. તારની લંબાઈમાં $0.2\,mm$ વધારો કરવા માટે કેટલા પ્રતિબળની જરૂર પડે? [સ્ટીલ અને બ્રાસના યંગ મોડ્યુલસ અનુક્રમે $120\times 10^9\,N/m^2$ અને $60\times 10^9\,N/m^2$ છે]

  • [JEE MAIN 2019]
  • A

    $1.8\times 10^6\,N/m^2$

  • B

    $0.2\times 10^6\,N/m^2$

  • C

    $1.2\times 10^6\,N/m^2$

  • D

    એક પણ નહીં

Similar Questions

$(a)$ વર્તુળાકાર આડછેદની ત્રિજયા $1\,m$ અને એકમ લંબાઈ દીઠ $\mu $ દળ ધરાવતો સ્ટીલનો તાર છે જ્યારે તાર સમક્ષિતિજ પડેલો હોય કે છત પરથી લટકાવ્યો હોય ત્યારે તેની લંબાઈ $10\, m$ છે. તેના મુકત છેડે $25\, kg$ નો દળ લટકાવેલો છે. જો રેખીય વિકૃતિ $< \,<$ સંગત વિકૃતિ હોય અને તાર નિયમિત હોય, તો તારની લંબાઈનો વધારો કેટલો ? સ્ટીલની ઘનતા $7860\, kgm^{-3}$ અને યંગ મોડયુલસ $2 \times 10^{11}\,Nm^{-2}$ છે.

$(b)$ જો સ્ટીલની મજબૂતાઈ $2.5 \times 10^8\,Nm^{-2}$ હોય, તો તારના નીચેના છેડે કેટલું મહત્તમ વજન લટકાવી શકાય ? 

જો દ્રવ્યની ઘનતા વધારવામાં આવે તો યંગ મોડ્યુલસ ...

એક તારની લંબાઈ $L$ અને ત્રિજ્યા $r$ ના તારને એક છેડેથી મજબૂત બાંધેલો છે તેના બીજા છેડેથી $f$ બળ વડે ખેંચવામાં આવે છે ત્યારે તેની લંબાઈ $l$ વધે છે. જો તે જ દ્રવ્યમાંથી બનાવેલા બીજા તારની લંબાઈ $2L$, ત્રિજ્યા $2r$ ને $2f$ બળથી ખેંચવામાં આવે, તો તેની લંબાઈમાં કેટલો વધારો થશે ?

એક તારની લંબાઈ $L$ અને આડછેદનું ક્ષેત્રફળ $A$ છે તેની બંને બાજુના છેડા પર $F$ બળ લગાવતા તેની લંબાઈમાં $l$ નો વધારો થાય તો નીચેના માથી શું સાચું છે ?

તાપમાનના ફેરફાર સાથે યંગ મોડ્યુલસ પર શું અસર થાય ?