2.Human Reproduction
easy

આપણા સમાજમાં સ્ત્રીઓને ઘણી વાર પુત્રીઓને જન્મ આપવા માટે જવાબદાર ગણવામાં આવે છે. તમે સમજાવી શકો છો કે આ સાચું કેમ નથી ?

Option A
Option B
Option C
Option D

Solution

તમે જાણો છો કે સ્ત્રી (માનવની માદા)માં રંગસૂત્રની ભાત (રૂઢિગત પદ્ધતિ) $XX$ અને તે જ રીતે નર (પુરુષ)માં $XY$ હોય છે. તેથી માદા દ્વારા ઉત્પન્ન થતા બધા જ એકકીય જનનકોષો (અંડકોષો) $X$ લિંગી રંગસૂત્ર ધરાવે છે, જ્યારે નર જનનકોષો (શુક્રકોષો)માં લિંગી રંગસૂત્ર $X$ કે $Y$ ધરાવે છે. આથી, $50\%$ શુક્રકોષો $X-$ રંગસૂત્રો ધરાવે છે, જ્યારે બાકીના $50\%\,Y$ ધરાવે છે. નર અને માદાના જનનકોષોના જોડાણ બાદ ફલિતાંડ $XX$ કે  $XY$ રંગસૂત્રો ધરાવે છે. જેનો આધાર $X$ કે $Y$ રંગસૂત્ર ધરાવતો શુક્રકોષ કે જે અંડકોષને ફલિત કરે છે તેના ઉપર છે. ફલિતાંડ $XX$ રંગસૂત્રો ધરાવે છે તે માદા શિશુ વિકસે છે જ્યારે $XY$ રંગસૂત્રો ધરાવતા ફલિતાંડનર શિશુમાં વિકસે છે

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.