તમારા દૃષ્ટિકોણે યુવાનો શા માટે આલ્કોહૉલ અથવા ડ્રગ્સ લેવા પ્રેરિત થાય છે અને તેને કઈ રીતે રોકી શકાય ?
તરુણાવસ્થા એ બાળપણ અને પુખ્તાવસ્થાને જોડનાર સેતુ છે. તરુણાવસ્થાની સાથે ઘણા જૈવિક અને વર્તણૂકીય ફેરફાર જોવા મળે છે. આમ, તરુણાવસ્થા એ વ્યક્તિનો માનસિક અને મનોવૈજ્ઞાનિક વિકાસનો ઘણો સંવેદનશીલ તબક્કો છે.
જિજ્ઞાસા, સાહસ અને ઉત્તેજના પ્રત્યે આકર્ષણ તથા પ્રયોગ કરવાની ઇચ્છા વગેરે આવાં સામાન્ય કારણો છે જે કિશોરોને નશાકારક પદાર્થો તેમજ આલ્કોહૉલના સેવન માટે મજબૂર કરે છે. બાળકની પ્રાકૃતિક જિજ્ઞાસા આવા પ્રયોગ માટે તેને પ્રેરિત કરે છે.
નશાકારક પદાર્થો અને આલ્કોહૉલના પ્રભાવને ફાયદાના રૂપમાં જોવાથી સમસ્યા વધુ જટિલ બની જાય છે. પછી તરુણો સમસ્યાથી નાસી છૂટવા તેનો ઉપયોગ કરવા લાગે છે.
કેટલાક તરુણો ભણતરમાં અને પરીક્ષામાં ઉત્કૃષ્ટતા ન બતાવી શકતા તણાવ અને દબાણ હેઠળ કેફી પદાર્થ અને દારૂ પીવાનું શરૂ કરે છે. યુવાનોમાં એવી માન્યતા પણ છે કે ધૂમ્રપાન કરવું, નશાકારક પદાર્થો કે આલ્કોહોલનો ઉપયોગ કરવો એ વ્યક્તિ માટે ધીરગંભીરતા (cool) કે પ્રગતિશીલતા (progressive)નું પ્રતીક છે.
આ બધી આદતો જ સેવન કરવા માટેનું મુખ્ય કારણ છે. ટેલિવિઝન, ચલચિત્રો, સમાચારપત્રો, ઈન્ટરનેટ જેવાં માધ્યમો પણ તેને વેગ આપે છે. કિશોરોમાં નશાકારક પદાર્થો અને આલ્કોહોલની કુટેવનાં અન્ય કારણોમાં, કુટુંબકીય અસ્થિરતા કે એકબીજાને સહારો આપવાનો અભાવ તથા સમવયસ્કોના દબાણના અભાવનો પણ સમાવેશ થાય છે.
ઇલાજ કરતાં અટકાવ વધુ સારો છે. “Prevention is beter than cure”. આ કહેવત અહીં સાચી ઠરે છે. આ પણ એટલું જ સત્ય છે કે ધૂમ્રપાન, ડ્રગ્સ તેમજ આલ્કોહૉલના સેવનની આદત પડવાની સંભાવના નાની વયે, મોટા ભાગે તરુણાવસ્થા દરમિયાન વધુ હોય છે. માટે આવી પરિસ્થિતિઓને પારખવી સૌથી શ્રેષ્ઠ છે કે જે તરુણોને આલ્કોહૉલ કે ડ્રગ્સના સેવન તરફ ધકેલે છે, જેથી સમયસર તેના ઉપાય વિશે વિચારી શકાય. આ સંદર્ભે શિક્ષક અને માતા પિતાની વિશિષ્ટ જવાબદારી બને છે. બાળકનો એવો ઉછેર કે જેમાં પાલનપોષણ ઉચ્ચસ્તરીય હોય અને સુસંગત અનુશાસન હોય ત્યાં આવા કુપ્રયોગ (આલ્કોહૉલડ્રગ્સ)નો ભય ઓછો થઈ જાય છે. નીચે જણાવેલ કેટલાક ઉપાય તરુણોમાં આલ્કોહૉલ અને ડ્રગ્સના ઉપયોગને અટકાવવા અને નિયંત્રણ માટે ઉપયોગી બની રહે છે :
$(i)$ સમવયસ્કોના બિનજરૂરી દબાણથી દૂર રહેવું
$(ii)$ શિક્ષણ અને પરામર્શન
$(iii)$ માતાપિતા તેમજ સમવયસ્કોની મદદ લેવી
$(iv)$ ભયજનક સંકેતો તરફ દૃષ્ટિ
$(v)$ વ્યાવસાયિક અને આરોગ્યવિષયક સહાય લેવી
તરુણાવસ્થા એ ........... અને ........... ને જોડનાર સેતુ છે.
$(i)$ કિશોરાવસ્થા $(ii)$ બાળપણ $(iii)$ વૃદ્ધાવસ્થા $(iv)$ પુખ્તાવસ્થા
બાર્બીટ્યુરેટ, એમ્ફિટેમાઇન્સ, બેન્ઝોડાયએઝેપાઇન વગેરે જેવી દવાઓનો મગજની બીમારી ધરાવતા વ્યક્તિની સારવાર માટે ઉપયોગ કરવામાં આવે છે. તેનું વધુ પડતું પ્રમાણ હાનિકારક છે. મનુષ્યમાં જોવા મળતી તેની અસરો જણાવો.
વૈજ્ઞાનિક કારણો આપો : નશાકારક દવાઓ માટે કાયદાનું ચુસ્તપણે પાલન થવું જરૂરી છે.
આપેલ ઔષધ ચેતાપ્રેષકદ્રવ્ય ડોપામાઈનના વહનમાં ખલેલ પહોચાડે છે.