આલ્કોહૉલ / નશાકારક પદાર્થો દ્વારા થતી હાનિકારક અસરોની સૂચિ બનાવો.
નશાકારક પદાર્થો અને આલ્કોહૉલના સેવનની તાત્કાલિક પ્રતિકૂળ અસરો વ્યક્તિમાં અવિચારી વર્તણૂક, વિધ્વંસ કે જંગલીપણું અને હિંસાના સ્વરૂપમાં પ્રગટ થાય છે. નશાકારક પદાર્થોની વધુ માત્રાથી શ્વસનતંત્રની નિષ્ફળતા, હૃદયની નિષ્ફળતા અથવા મગજમાં રક્તસ્ત્રાવ (cerebral hemorrhage)ને કારણે વ્યક્તિ કોમા અને મૃત્યુ તરફ ધકેલાય છે.
નશાકારક પદાર્થોનું સંયોજન કે આલ્કોહૉલ સાથે તેમનું સેવન તેની વધુ માત્રા છે અને તે મૃત્યુ પણ પ્રેરે છે. યુવાનોમાં ડ્રગ્સ અને આલ્કોહૉલની કુટેવનાં ચેતવણીભર્યા સામાન્ય લક્ષણોમાં શૈક્ષણિક કાર્યસિદ્ધિ પર માઠી અસર, કારણ વગર શાળા કે કૉલેજમાં ગેરહાજરી, વ્યક્તિગત સ્વચ્છતાની રુચિનો અભાવ, વિડ્રોઅલ, એકલતા, માનસિક તણાવ, થાક, આક્રમકતા અને બળવાખોરી, પરિવાર અને મિત્રો સાથે બગડતા સંબંધો, શોખમાં રસ ન પડવો, સૂવા અને ખાવાની આદતોમાં ફેરફાર થવો, વજન અને ભૂખમાં વધઘટ.
નશાકારક પદાર્થો / આલ્કોહૉલના સેવનની દૂરોગામી અસરો પણ હોઈ શકે છે. જો બંધાણીને નશાકારક પદાર્થો / આલ્કોહૉલ ખરીદવા પૈસા ન મળે તો તે ચોરી કરવા પ્રેરાય છે. તેની પ્રતિકૂળ અસરો માત્ર ડ્રગ્સ/ આલ્કોહૉલના સેવન કરવાવાળા વ્યક્તિ સુધી સીમિત હોતી નથી. ક્યારેક ડ્રગ્સ / આલ્કોહૉલનો બંધાણી પોતાના પરિવાર કે અન્ય મિત્ર માટે પણ માનસિક અને આર્થિક સંકટનું કારણ બની શકે છે.
જે બંધાણી ડ્રગ્સને અંતઃશિરા દ્વારા (નીડલ કે સીરિંજની મદદથી સીધું શિરામાં ઈજેક્શન) લે, તો તેને એઇડ્સ અને હિપેટાઇટીસ $-B$ (ઝેરી કમળો) થવાની શક્યતા રહે છે. આ રોગ માટેના વિષાણુ (viruses) ચેપી સોય કે સીરિંજ દ્વારા એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ફેલાય છે. એઈડ્સ અને હિપેટાઈટીસ $-B$ બંનેનું સંક્રમણ તીવ્ર હોય છે અને અંતે તે ઘાતક હોય છે. બંનેનો ફેલાવો જાતીય સંબંધ કે સંક્રમિત રુધિર દ્વારા થાય છે.
તરુણાવસ્થામાં આલ્કોહૉલના સેવનથી લાંબા ગાળાની અસરો જોવા મળે છે. જેથી પુખ્તાવસ્થામાં તેના વધુ સેવનથી આદત પડી જાય છે. ડ્રગ્સ અને આલ્કોહૉલના તીવ્ર ઉપયોગથી ચેતાતંત્ર અને યકૃત (cirrhosis - વધુ પડતા વ્યસનથી થતો યકૃતનો રોગ)ને હાનિ પહોંચે છે. સગર્ભાવસ્થા દરમિયાન ડ્રગ્સ અને આલ્કોહૉલનું સેવન ગર્ભસ્થ શિશુમાં પણ વિપરિત અસરો પ્રેરે છે.
કયા દ્રવ્યની અસરથી વ્યક્તિમાં પાગલપણું જોવા મળે છે ?
તણાવ શામક અને હૃદપરીવહનને અસર કરતા ઘટકોને અનુક્રમે ઓળખો.
તરુણાવસ્થા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
નીચેનામાંથી કયું દ્રવ્ય મગજની સક્રિયતાને અવરોધે છે તથા રાહતની ઘેનપણાંની અને મગજને શાંત કરનાર લાગણીઓ ઉત્પન્ન કરે છે?
અફીણ કયા સંવેદનાગ્રાહકો સાથે બંધાય છે ?