મોટા ભાગના પ્રોટીન તેમના નિષ્ક્રિય સ્વરૂપમાં છુટા પડે છે. તેમજ આ વાત પણ સાચી છે કે સૂક્ષ્મજીવો દ્વારા અમુક ઝેરી પ્રોટીન બનાવવામાં આવે છે. ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરતા સજીવોમાં આ પદ્ધતિ કઈ રીતે ઉપયોગી છે તે સમજાવો.
વાસ્તવમાં $Bt$ વિષકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન (protoxin) સ્વરૂપે હોય છે. જે પણ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય છે ત્યારે તેના ક્રિસ્ટલ આંતરડામાં આલ્કલાઈન $pH$ ના કારણે આ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન દ્રાવ્ય થતાં સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે. આ સક્રિય વિષ મધ્યાંત્રની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈને તેમાં છિદ્રો ઉત્પન્ન કરે છે, જેના કારણે કોષો ફૂલીને ફાટી જાય છે અને આખરે કીટકોનું મૃત્યુ થાય છે.
$Bt$ કપાસની વાવણી સમાચારમાં ખૂબ પ્રચલિત છે. $ "Bt" $ પૂર્વગ એટલે......
$BT$ કોટનમાં જોવા મળતું મુખ્ય લક્ષણ કયું છે?
અન્ન-ઉત્પાદનના વધારા માટે વિચારી શકાય તેવો વિકલ્પ છે.
$\rm {Bt}$ કપાસ $(\rm {Bt}-\rm {cotton})$ વિશે માહિતી આપો.