$\rm {Bt}$ કપાસ $(\rm {Bt}-\rm {cotton})$ વિશે માહિતી આપો.
$Bt-$ કપાસ ($Bt-$ Cotton): બેસિલસ થુરિન્જિએન્સિસની કેટલીક જાતો એવા પ્રોટીનનું નિર્માણ કરે છે જે ચોક્કસ કીટકો જેવા કે લેપિડોપ્ટેરા (તમાકુની કલીકાકીટકો, સૈનિકકીટકો), કોલિઓપ્ટેરા (ભૃંગ કિટકો) અને ડિપ્ટેરન (માખીઓ, મચ્છર) ને મારી નાંખે છે. બી. થુરિન્જિએન્સિસ પોતાની વૃદ્ધિની એક ચોક્કસ અવસ્થા દરમિયાન કેટલાક પ્રોટીન સ્ફટિકાનું નિર્માણ કરે છે. આ સ્ફટિકોમાં વિષકારી કીટનાશક પ્રોટીન (insecticidal protein) હોય છે.
આ વિષ બેસિલસને શા માટે મારી નાખતું નથી ? વાસ્તવમાં $Bt$ વિષકારી પ્રોટીન પ્રાકૃતિક રીતે નિષ્ક્રિય પ્રોટોક્સિન (protoxin) સ્વરૂપે હોય છે. જે પણ કીટક આ નિષ્ક્રિય વિષને ખાય છે ત્યારે તેના ક્રિસ્ટલ આંતરડામાં આલ્કલાઈન $pH$ ના કારણે આ નિષ્ક્રિય સ્ફટિકમય પ્રોટીન દ્રાવ્ય થતાં સક્રિય સ્વરૂપમાં ફેરવાય છે. આ સક્રિય વિષ મધ્યાંત્રની સપાટી પરના અધિચ્છદીય કોષો સાથે જોડાઈને તેમાં છિદ્રો ઉત્પન્ન કરે છે, જેના કારણે કોષો ફૂલીને ફાટી જાય છે અને આખરે કીટકોનું મૃત્યુ થાય છે.
વિશિષ્ટ $Bt$ વિષકારક જનીન જે બેસિલસ થુરિન્જિએન્સિસમાંથી અલગીકૃત કરીને કપાસ જેવી ઘણી પાક-વનસ્પતિઓમાં દાખલ કરાઈ ચૂક્યું છે (આકૃતિ). જનીનની પસંદગી પાક તથા નિર્ધારિત કીટકો પર આધાર રાખે છે, જ્યારે મોટા ભાગના $Bt$ વિષ ચોક્કસ કીટકજૂથ પર નિર્ભર કરે છે.
વિષ જે $CryIAC$ જનીન દ્વારા સાંકેતન પામે છે તેને ક્રાય (Cry) કહે છે, તે ઘણાબધા પ્રકારના હોય છે, ઉદાહરણ તરીકે જે પ્રોટીન એ જનીન $CryIAC$ અને $CryIIAb$ દ્વારા સાંકેતન પામેલ હોય છે તે કપાસના બોલવૉર્બ્સને નિયંત્રિત કરે છે, જ્યારે $CryIAb$ કોર્ન બોરર (મકાઈમાં છિદ્રો પાડતી ઉપદ્રવી જીવાત) ને નિયંત્રિત કરે છે.
$Cry$ જનીન કપાસમાં દાખલ કરતાં .........
પૂરક $ds\, RNA$નો સ્ત્રોત જણાવો.
તમાકુના છોડને પેસ્ટ પ્રતિકારક બનાવવા કઈ પધ્ધતિનો ઉપયોગ થાય છે ?
બેસીલસ થુરીજીએન્સીસ બેક્ટરિયાનો મોટા પાયે ઉપયોગ સમકાલીન જીવવિજ્ઞાનમાં ........ તરીકે થાય છે.
$Ti $ $ plasmid$ પરિવર્તક વનસ્પતિમાં વારંવાર ઉપયોગમાં લેવામાં આવે છે. આ પ્લાઝમીડ .......માં જાવા મળે છે.