મહતમ સ્થિત ઘર્ષણનુ બીજું નામ શું છે?
મર્યાદિત ઘર્ષણ
રોલિંગ ઘર્ષણ
લંબ બળ
ઘર્ષણાક
નીચેનામાંથી કયું વિધાન સાચું નથી
ઘર્ષણના લાભ અને ગેરલાભ જણાવો તથા ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો.
એક ફૂટબૉલ ખેલાડી દક્ષિણ તરફ ગતિ કરે છે અને વિરોધીને અવગણવા અચાનક તે તેટલી ઝડપથી પૂર્વ તરફ વળે છે. ખેલાડી પર વળતી વખતે લાગતું ઘર્ષણ બળ $........$ હશે.
ખરબચડી ઢળતી સપાટી પર એક લંબચોરસ બોક્સ પડેલું છે. બોક્સ અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક $\mu $ છે. બોક્સનું દળ $m$ લો, તો
$(a)$ સમક્ષિતિજ સાથેના ઢાળના ક્યા ખૂણે $(\theta )$ બોક્સ સપાટી પર નીચે તરફ સરકવાનું શરૂ કરશે.
$(b)$ જો ઢાળની સપાટીનો કોણ વધારીને $\alpha > \theta $ કરીએ તો બોક્સ પર નીચે તરફ લાગતું બળ કેટલું ?
$(c)$ બોક્સ સ્થિર રહે અથવા ઉપર તરફ નિયમિત ઝડપથી ગતિ શરૂ કરે તે માટે ઢાળની સપાટી ને સમાંતર ઉપર તરફ લગાડવું પડતું જરૂરી બળ કેટલું હશે ?
$(d)$ બોક્સને $a$ જેટલા પ્રવેગથી ઢાળ પર ઉપર તરફ ગતિ કરાવવા કેટલું બળ જરૂરી હશે ?
આકૃતિમાં દર્શાવેલા બ્લોક પર લાગતું બળ $\vec{F}=\hat{i}+4 \hat{j}$ જેટલું છે. તો બ્લોક પર લાગતું ઘર્ષણબળ છે