સામાન્ય રીતે પર્વત પર ઊંચે ચઢવાના રસ્તાઓ સુરેખ બનાવવાના બદલે ઢળતા વળાંકવાળા બનાવવામાં આવે છે શાથી ?
$m$ દળ ધરાવતા વાહન વડે જ્યારે પર્વત પર ચડિએ છીએ ત્યારે વાહન પર લાગતું ધર્ષણ બળ $f=\mu N$ $\therefore f=\mu m g \cos \theta$
જ્યાં $\theta$ એ સમક્ષિતિજ સાથેનો રસ્તાના ઢાળનો ખૂણો છે.
ગબડી (લપસી) ન પડાય તે માટે ઘર્ષણ બળ $f$ નું મૂલ્ય મોટું હોવું જોઈએે અને $\theta$ ના નાના મૂલ્ય માટે $\cos \theta$ નું મૂલ્ય જોઈએ.
જો રસ્તો સુરેખ બનાવવામાં આવે તો $\theta$ મોટો મળે અને $f=\mu m g \cos \theta$ અનુસાર ધર્ષણબળ ઓછુ મળે તેથી વાહન ગબડી (લપસી) પડવાની શક્યતા વધે છે.
મહત્તમ સ્થિર ઘર્ષણ બળ
એક કારના તળિયા પર રહેલો પદાર્થ સ્થિર રહે છે. પદાર્થ અને તળિયા વચ્યેનો સ્થિત ઘર્ષણાંક $0.15$ છે.કારનો મહત્તમ પ્રવેગ ($m s ^{-2}$ માં) ગણો.$\left( g =10\,m s ^{-2}\right)$.
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર, સમક્ષિતિજ સપાટી ઉપર રહેલ $10\,kg$ ના દળને સમક્ષિતિજ સાથે $30^{\circ}$ ના કોણે $F$ બળથી ખેંચવામાં આવે છે.$\mu_{ s }=0.25$ માટે,બળ $F$ ના $........\,N$ મહતમ મૂલ્ય સુધી બ્લોક સ્થિર રહેશે.[$g=10\,ms^{-2}$ આપેલ છે.]
આકૃતિ જુઓ. $4\; kg$ દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશ: ઢળતું કરતાં $\theta= 15^o$ એ તે દળ ખસવાની શરૂઆત કરે છે. બ્લૉક અને સપાટી વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક કેટલો હશે ?
$l$ લંબાઇની ચેઇનને ઘર્ષણાક ધરાવતા ટેબલ પર મૂકવામાં આવે છે.તો તેને મહત્તમ કેટલી લંબાઈ સુધી લટકાવી શકાય?