- Home
- Standard 11
- Physics
જ્યારે સૂર્ય રેખાંશ પરથી પસાર થાય ત્યારે બે ક્રમિક મધ્યાહ્ન વચ્ચેનો સરેરાશ સમયગાળો સોલાર દિવસ છે. જ્યારે રેખાંશ પરથી બે ક્રમિક દૂરના તારાઓ પાસેથી પસાર થાય તેમની વચ્ચેનો સમયગાળો એટલે તારાનો દિવસ (sidereal dag) કહે છે. યોગ્ય આકૃતિઓ દોરી પૃથ્વીની ચાકગતિ અને કક્ષીય ચાકગતિ દર્શાવીને સરેરાશ સોલાર દિવસ એ તારાના દિવસ કરતાં $4\,\min$ લાંબો છે તેમ દર્શાવો. બીજા શબ્દોમાં દરરોજ દૂરના તારા $4\,min$ વહેલા ઊગે છે તેમ દર્શાવો.
Solution

પૃથ્વીની ચાકગતિ અને કક્ષીય ગતિ આકૃતિમાં દર્શાવી છે તેમાં પૃથ્વી એક સોલાર દિવસમાં $P$ થી $Q$ બિંદુથી ગતિ કરે છે.
પૃથ્વી દરરોજ તેની કક્ષામાં સૂર્ય પાસે $1°$નો ખૂણો બનાવે તેટલી આગળ વધે છે જે આકૃતિમાં પૃથ્વી $P$ થી $Q$ બિંદુથી ગતિ કરે છે.
પુથ્વીને તે જ રેખાંશ પર $361^{\circ}$ નું ભમણ કરીને તે જ સ્થાને આવે છે જેને એક દિવસ કહે છે.
$\therefore 361^{\circ}=24 h$
$\therefore 1^{\circ}=\frac{24}{361} \times 1=0.66$ કલાક
$=3.99 min$
$=4 min$
આમ, દૂરના તારાઓ દરરોજ ક્રમિક $4\,min$ વહેલા ઊગે છે.