- Home
- Standard 10
- Science
Periodic Classification of Elements
medium
નાઇટ્રોજન (પરમાણ્વીય-ક્રમાંક $7$) તથા ફૉસ્ફરસ (પરમાણ્વીય-ક્રમાંક $15$) આવર્તકોષ્ટકના સમૂહ $15$ ના સભ્યો છે. આ બંને તત્ત્વોની ઇલેક્ટ્રૉનીય રચના લખો. આમાંથી કયું તત્ત્વ વધુ વિદ્યુતઋણમય હશે ? શા માટે ?
Option A
Option B
Option C
Option D
Solution
નાઇટ્રોજન અને ફૉસ્ફરસ તત્ત્વોની ઇલેક્ટ્રૉનીય રચના નીચે મુજબ છે :
$K$ | $L$ | $M$ | |
$N$ $(Z=7)$ | $2$ | $5$ | – |
$P$ $(Z=15)$ | $2$ | $8$ | $5$ |
આથી, તે બાહ્યતમ કક્ષામાં સમાન ઇલેક્ટ્રૉન ધરાવે છે. પરિણામે તે બંને એક જ સમૂહના તત્ત્વો ગણાય છે.
કોઈપણ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં વિદ્યુતઋણતા ઘટે છે.
આથી, $N$ (નાઇટ્રોજન) એ ફૉસ્ફરસ $(P)$ કરતાં વધુ વિદ્યુતઋણીય હશે.
Standard 10
Science