$20 \times {10^8}N/{m^2}$ નું પ્રતિબળ લગાવતા સંપૂર્ણ સ્થિતિસ્થાપક તારની લંબાઈ બમણી થઈજતી હોય તો યંગ મોડ્યુલસનું મૂલ્ય કેટલું હશે?
$40 \times {10^8}N/{m^2}$
$20 \times {10^8}N/{m^2}$
$10 \times {10^8}N/{m^2}$
$5 \times {10^8}N/{m^2}$
એક સ્ટ્રકચરલ સ્ટીલના સળિયાની ત્રિજ્યા $10\, mm$ અને લંબાઈ $1.0\, m$ છે. તેની લંબાઈની દિશામાં $100 \,kN$ બળદ્વારા તેને ખેંચવામાં આવે છે. સળિયામાં $(a)$ પ્રતિબળ $(b) $ લંબાઈનો વધારો (elongation) અને $(c)$ વિકૃતિની ગણતરી કરો. સ્ટ્રકચરલ સ્ટીલ માટે યંગ મોડયુલસ $2.0 \times 10^{11}\, N\, m^{-2}$ છે.
એક તારની લંબાઈ $L$ અને ત્રિજ્યા $r$ ના તારને એક છેડેથી મજબૂત બાંધેલો છે તેના બીજા છેડેથી $f$ બળ વડે ખેંચવામાં આવે છે ત્યારે તેની લંબાઈ $l$ વધે છે. જો તે જ દ્રવ્યમાંથી બનાવેલા બીજા તારની લંબાઈ $2L$, ત્રિજ્યા $2r$ ને $2f$ બળથી ખેંચવામાં આવે, તો તેની લંબાઈમાં કેટલો વધારો થશે ?
સ્ટીલના સળીયાની ત્રિજ્યા $10 \,mm$ અને લંબાઈ $1.0 \,m$. બળ લાગુ પડત્તા તેમાં ખેંચાણના લીધે $0.32\%$ વિકૃતી ઉદભવે છે. સ્ટીલનો યંગ મોડ્યુલસ $2.0 \times 10^{11} \,Nm ^{-2}$. તો ખેંચાણ દરમીયાન બળની તીવ્રતા .............. $kN$
સમાન દ્રવ્યના બનેલા ચાર તારોમાં સમાન બળ લગાડતાં લંબાઇમાં થતો વધારો મહત્તમ કયાં તારમાં હશે?
એક તાર પર વજન લગાવતા તેની લંબાઈમાં $1 \,mm$ નો વધારો થાય છે. તેટલું જ વજન બમણી લંબાઈ અને બમણી ત્રિજ્યા ધરાવતા તાર પર લગાવવામાં આવે તો તેની લંબાઈમાં થતો વધારો ........ $mm$ હોય ?