પ્રત્યુષે સ્પેચ્યુલા પર સલ્ફર પાઉડર લીધો અને તેને ગરમ કર્યો. નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેણે તેની ઉપર કસનળી ઊંધી રાખીને ઉત્પન્ન થતો વાયુ એકત્ર કર્યો.

$(a)$ વાયુની અસર

$(i)$ શુષ્ક લિટમસ પેપર પર શી થશે ?

$(ii)$ ભેજયુક્ત લિટમસ પેપર પર શી થશે ?

$(b)$ પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.

1066-24(a)

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$(a)$ $(i)$ આપેલ પ્રયોગ દરમિયાન શુષ્ક લિટમસ પેપર પરના રંગમાં કોઈપણ પ્રકારનો ફેરફાર થશે નહીં.

$(ii)$  આપેલ પ્રયોગ દરમિયાન ભેજયુક્ત લિટમસ પેપર ભૂરામાંથી લાલ રંગમાં ફેરવાય છે કારણ કે સલ્ફર એ અધાતુ છે અને અધાતુના ઑક્સાઇડ સ્વભાવે ઍસિડિક હોય છે. 

$(b)$ ${S_{(s)}}{\kern 1pt}  + {\kern 1pt} {O_{2(g)}}{\kern 1pt}  \to {\kern 1pt} \,S{O_{2(g)}}{\kern 1pt} $

          સલ્ફર              હવા                    સલ્ફર ડાયોક્સાઈડ વાયુ

$S{O_{2(g)}}{\kern 1pt}  + {\kern 1pt} {H_2}{O_{(l)}}{\kern 1pt}  \to $ ${{H_2}S{O_{3(aq)}}}$

                    (ભેજયુકત લિટમસ       સલ્ફ્યુરિક એસિડ

                     પેપરમાનું પાણી)

Similar Questions

આ પ્રક્રિયાઓ માટે સમીકરણો લખો.

$(i)$ વરાળ સાથે લોખંડ

$(ii)$ પાણી સાથે કૅલ્શિયમ અને પોટેશિયમ 

રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ભેદ પારખો. 

ઝિંક, મૅગ્નેશિયમ અને કૉપરના ધાતુ ઑક્સાઇડો નીચે દર્શાવેલ ધાતુઓ સાથે ગરમ કરવામાં આવ્યા :

ધાતુ ઝિંક મૅગ્નેશિયમ કૉપર
ઝિક ઑક્સાઇડ - - -
મૅગ્નેશિયમ ઑક્સાઇડ - - -
 કૉપર ઑક્સાઇડ - - -

કયા કિસ્સામાં તમે વિસ્થાપન પ્રક્રિયા થતી જોઈ શકો છો ? 

એવી ધાતુનું ઉદાહરણ આપો :

$(i)$ જે ઓરડાના તાપમાને પ્રવાહી છે.

$(ii)$ જે છરી વડે આસાનીથી કાપી શકાય છે.

$(iii)$ જે ઉષ્માની ઉત્તમ વાહક છે.

$(iv)$ જે ઉષ્માની મંદવાહક છે.

એક વ્યક્તિ ઘરે-ઘરે સુવર્ણકાર તરીકે જઈને ઊભો રહે છે. તે જૂના અને નિસ્તેજ (ઝાંખા) સોનાનાં ઘરેણાની ચમક પાછી લાવી આપવાનું વચન આપે છે. એક બિનસાવધ ગૃહિણી તેને સોનાની બંગડીઓનો સેટ આપે છે, જેને તેણે એક ખાસ દ્રાવણમાં ડુબાડ્યો. બંગડીઓ નવા જેવી જ ચમકવા લાગી પરંતુ તેના વજનમાં ભારે ઘટાડો થયો. ગૃહિણી ઉદાસ થઈ ગઈ પરંતુ નિરર્થક દલીલ પછી વ્યક્તિ ઉતાવળે ફેરો કરી જતો રહ્યો. શું તમે ગુપ્તચર તરીકે વર્તી તેણે ઉપયોગમાં લીધેલા દ્રાવણનો પ્રકાર શોધી શકશો ?