દ્વિઆણ્વીય પ્રક્રિયા ગતિકીય રીતે પ્રથમક્રમની હોય તેની શરતો જણાવો.
ઈથાઈલ એસિટેટનું જળવિભાજન દ્વિઆણવીય અને પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. જો દ્વિઆણ્વિય પ્રક્રિયામાં એક પ્રક્રિયક આધિક્યમાં હોય તો તે પ્રથમક્રમની પ્રક્રિયા હોય.
$CH _{3} COOC _{2} H _{5}+ H _{2} O \rightarrow CH _{3} COOH + C _{2} H _{5} OH$
આ પ્રક્રિયા દ્વિઆણવીય છે પણ તેનો ક્રમ ફક્ત $CH _{3} COOC _{2} H _{5}$ ની સાંદ્રતાની ઉપર જ આધાર રાખે છે. $\left[ H _{2} O \right]$ લગભગ અચળ રહે છે.
$n^{th } $ ક્રમની પ્રક્રિયાનો દર અચળાંક ..... એકમ ધરાવે છે.
જો એક પ્રક્રિયા $100$ સેકંડમાં $50\%$ થાય અને $200$ સેકંડમાં $75\%$ થાય, તો પ્રક્રિયાનો ક્રમ જણાવો.
$2 NO ( g )+ Cl _{2}( g ) \rightleftharpoons 2 NOCl ( s )$
આ પ્રક્રિયાનો $-10^{\circ} C$ પર અભ્યાસ કરાયો હતો અને નીચેની માહિતી મળી હતી.
ક્રમ | $[ NO ]_{0}$ | $\left[ Cl _{2}\right]_{0}$ | $r _{0}$ |
$1$ | $0.10$ | $0.10$ | $0.18$ |
$2$ | $0.10$ | $0.20$ | $0.35$ |
$3$ | $0.20$ | $0.20$ | $1.40$ |
$[ NO ]_{0}$ અને $\left[ Cl _{2}\right]_{0}$ શરૂઆતની સાંદ્રતા અને $r _{0}$ શરૂઆતનો પ્રક્રિયાનો વેગ છે, તો પ્રક્રિયાનો ક્રમ શું હશે?
$50\,mm$ $AB_3$ નું ઉદ્દીપકીય વિઘટન માટે અદ્ય આયુ સમય $4$ કલાક અને $100\,mm$ એ તેને $2$ કલાક લાગે છે તો પ્રક્રિયાનો ક્રમ..... થશે?
$A$ તથા $B$ વચ્ચેની પ્રક્રિયામાં $A$ ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ $2$ છે. તથા $B$ ના સંદર્ભમાં પ્રક્રિયાક્રમ $3$ છે. જો $A$ તથા $B$ બંનેની સાંદ્રતા બમણી કરવામાં આવે તો પ્રક્રિયાક્રમ .............. ના ગુણકથી વધશે.