પ્લમ પુડિંગ પરમાણુ મોડલની મર્યાદાઓ જણાવો.
આ મૉડલની અમુક મર્યાદાઓ છે કે, સ્થિતવિદ્યુતશાસ્ત્રના નિયમ અનુસાર વિદ્યુતભારનું સ્થિર વિતરણ શક્ય નથી. કારણ કે, પરમાણુમાંનો ઇલેક્ટ્રૉન તેમાંના ધન વિદ્યુતભારને કારણે કુલંબીય બળ અનુભવે છે. તેથી તેઓ સ્થિર રહી ન શકે પણ પ્રવેગી ગતિ કરે છે. તેથી, આ મૉડલમાં સૂચવેલ છે તેના કરતાં ઇલેક્ટ્રૉન અને ધન વિદ્યુતભારોનું વિતરણ ઘણું અલગ છે.
દરેક ઘટ્ટ દ્રવ્ય પોતાના તાપમાન અનુસાર વિદ્યુતચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. જેમાં ઘણી તરંગલંબાઈઓનું સતત વિતરણ હોય છે. જો કે તેમની તીવ્રતા અલગ હોય છે.
આના કરતાં વિરુદ્ધ ઓછી ઘનતાના વાયુને ગરમ કરતાં તેમાંથી ઉત્સર્જિત પ્રકાશમાં કેટલીક ચોક્કસ તરંગલંબાઈઓ જ હાજર હોય છે. આ પ્રકાશનો વર્ણપટ પ્રકાશિત રેખાઓની શ્રેણી રૂપે દેખાય છે.
આવા વાયુઓમાં પરમાણમાં અવકાશ વધારે હોવાના લીધે ઉત્સર્જિત વિકિરણ, પરમાણુઓ કે અણુઓ વચ્ચેની આંતરક્રિયાને બદલે વ્યક્તિગત પરમાણુઓને લીધે હોવાનું માની શકાય છે.
આ હકીકત એમ સૂચવે છે કે, પરમાણુના આંતરિક બંધારણ અને તેના દ્વારા ઉત્સર્જિત વર્ણપટ વચ્ચે ગાઢ સંબંધ છે.
${90^o}$ ના ખૂણે પ્રકીર્ણન પામતા કણો $56$ હોય, તો ${60^o}$ ના ખૂણે કેટલા કણો પ્રકીર્ણન પામે?
નીચે આપેલા વિક્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો
ઘનમાં બેન્ડના બંધારણનું સ્પષ્ટીકરણ ......ને લીધે હોય છે.
જો ક્ષ-કિરણ ટ્યુબ પર $V$ વૉલ્ટનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત લગાવવામાં આવે તો તેમાંથી ઉત્સર્જાતા ક્ષ-કિરણની ન્યૂનતમ તરંગલંબાઈ લગભગ કેટલી હશે?
હાઇડ્રોજનમાં પાશ્વન શ્રેણીની પ્રથમ તરંગલંબાઇ $18,800 \,Å$ છે, તો પાશ્વન શ્રેણીની લધુત્તમ તરંગલંબાઇ કેટલા .......$\mathop A\limits^o $ મળે?