લોખંડનું ક્ષારણ અટકાવવાના બે ઉપાય જણાવો. 

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

લોખંડનું ક્ષારણ અટકાવવાના ઉપાયો નીચે મુજબ છે :

$(i)$ રંગ કરીને (Colour the surface) : તેલ લગાવીને, ગ્રીઝ લગાવીને, મિશ્રધાતુ બનાવીને ક્રોમપ્લેટિંગ કરીને વગેરે દ્વારા લોખંડનું ક્ષારણ થતું અટકાવી શકાય છે કારણ કે આ દરમિયાન લોખંડ એ હવા તથા ભેજના સીધા સંપર્કમાં આવી શકતું નથી.

$(ii)$ ગેલ્વેનાઇઝિંગ દ્વારા : ઉપરાંત, લોખંડની સપાટી પર ઝિકનું પાતળું સ્તર લગાવવામાં આવે છે. આ પદ્ધતિને ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. આ રીતે પણ લોખંડનું કારણ અટકાવી શકાય છે.

Similar Questions

પ્રત્યુષે સ્પેચ્યુલા પર સલ્ફર પાઉડર લીધો અને તેને ગરમ કર્યો. નીચેની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તેણે તેની ઉપર કસનળી ઊંધી રાખીને ઉત્પન્ન થતો વાયુ એકત્ર કર્યો.

$(a)$ વાયુની અસર

$(i)$ શુષ્ક લિટમસ પેપર પર શી થશે ?

$(ii)$ ભેજયુક્ત લિટમસ પેપર પર શી થશે ?

$(b)$ પ્રક્રિયા માટે સમતોલિત રાસાયણિક સમીકરણ લખો.

એક તત્ત્વ ઑક્સિજન સાથે પ્રક્રિયા કરી ઊંચું ગલનબિંદુ ધરાવતું સંયોજન આપે છે. આ સંયોજન પાણીમાં પણ દ્રાવ્ય છે. આ તત્ત્વ ...... હોઈ શકે.

$(i)$ સોડિયમ, ઑક્સિજન અને મૅગ્નેશિયમ માટે ઈલેક્ટ્રોન-બિદુની રચના લખો.

$(ii)$ ઇલેક્ટ્રોનના સ્થાનાંતરણ દ્વારા $Na_2O$ અને $MgO$ નું નિર્માણ દર્શાવો.

$(iii)$ સંયોજનોમાં કયાં આયનો હાજર છે ?

રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુઓ અને અધાતુઓ વચ્ચે ભેદ પારખો. 

ચાર ધાતુઓ $A$, $B$, $C$ અને $D$ ના નમૂના લીધેલા છે અને નીચે દર્શાવેલ દ્રાવણમાં એક પછી એક ઉમેરેલ છે. પ્રાપ્ત થયેલ પરિણામોને નીચે મુજબ કોષ્ટકમાં સારણીબદ્ધ કરેલ છે :

ધાતુ આયર્ન $(II)$ સલ્ફેટ  કૉપર $(II)$ સલ્ફેટ ઝિંક સલ્ફેટ સિલ્વર નાઇટ્રેટ
$A.$ કોઈ પ્રક્રિયા નહિ વિસ્થાપન    
$B.$ વિસ્થાપન   કોઈ પ્રક્રિયા નહિ  
$C.$ કોઈ પ્રક્રિયા નહિ કોઈ પ્રક્રિયા નહિ કોઈ પ્રક્રિયા નહિ વિસ્થાપન
$D.$ કોઈ પ્રક્રિયા નહિ કોઈ પ્રક્રિયા નહિ કોઈ પ્રક્રિયા નહિ કોઈ પ્રક્રિયા નહિ

ધાતુઓ $A$, $B$, $C$ અને $D$ વિશે નીચે દર્શાવેલા પ્રશ્નોના ઉત્તર માટે ઉપર્યુક્ત કોષ્ટકનો ઉપયોગ કરો.

$(i)$ સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે ?

$(ii)$ જો $B$ ને કૉપર $(II)$ સલ્ફેટના દ્રાવણમાં ઉમેરવામાં આવે તો તમે શું અવલોકન કરશો ?

$(iii)$ ધાતુઓ $A, \,B,\, C$ અને $D$ ને પ્રતિક્રિયાત્મકતા ઊતરતા ક્રમમાં ગોઠવો.