3.Reproductive Health
medium

વર્તમાન સમયમાં ખાસ ધ્યાન આપવાની જરૂર હોય તેવા પ્રાજનનિક-સ્વાથ્યનાં પાસાંઓ સૂચવો.

Option A
Option B
Option C
Option D

Solution

 પ્રજનન સંબંધિત વિશાળ ક્ષેત્રોને આવરીને હાલમાં “પ્રજનન અને બાળસ્વાસ્થ્ય સંભાળ (Reproductive and ChildHealthCare- $RCH$ ) કાર્યક્રમ”નામથી પ્રસિદ્ધ સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવે છે. આ કાર્યક્રમ અંતર્ગત પ્રજનન સંબંધિત પાસાંઓ વિશે લોકોમાં જાગૃતિ પેદા કરવી અને પ્રાજનનિક સ્વસ્થ સમાજ તૈયાર કરવા માટે સુવિધાઓ અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે.

ઉપર્યુક્ત માહિતીને પ્રસારિત કરવામાં માતાપિતા, અન્ય નજીકના સંબંધીઓ, શિક્ષકો અને મિત્રોની પણ પ્રમુખ ભૂમિકા છે. શાળાઓમાં જાતીય શિક્ષણ દાખલ કરવા પ્રોત્સાહન આપવું જોઈએ, જેથી યુવાનોને સાચી માહિતી મળે અને બાળકો જાતીય સંબંધિત વિવિધ પાસાંઓ વિશે ફેલાયેલ ગેરમાન્યતાઓ ઉપર વિશ્વાસ ન કરે તથા તેમને જાતીય સંબંધિત ખોટી ધારણાઓથી છૂટકારો મળે. લોકોને પ્રજનન અંગો, કિશોરાવસ્થા અને તેના સંબંધિત ફેરફારો, સુરક્ષિત અને આરોગ્યપ્રદ જાતીય વ્યવહાર (sexualpractices), જાતીય સંક્રમિત રોગો $(STD)$, એઇડ્સ $(AIDS)$ વગેરેની માહિતી, વિશેષરૂપથી જે લોકો કિશોરાવસ્થા વયજૂથના છે તેમને પ્રજનનસંબંધિત સ્વસ્થ જીવન તરફ દોરી જાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.