લંબાઈ $l$ અને આડછેદ $a$ વાળા સુવાહકનો વિદ્યુતીય અવરોધ $R$ એ $R = \frac{{\rho l}}{a}$ દ્વારા દર્શાવેલ છે. જ્યાં, $\rho$ એ વિદ્યુતીય અવરોધકતા છે. તો અવરોધકતાને વ્યસ્ત વિદ્યુત વાહકતા $\sigma$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIEEE 2012]
  • A
    $[M^{-1}\, L^{-3}\, T^3\,A^2]$
  • B
    $[M\,L^{-3}\, T^{-3}\,A^2]$
  • C
    $[M\,L^3\,T^{-3}\,A^{-2}]$
  • D
    $[M^{-2}\,L^3\, T^2A^{-1}]$

Similar Questions

પરિમાણરહિત રાશી $P$ ને સમીકરણ $P =\frac{\alpha}{\beta} \log _{ e }\left(\frac{ kt }{\beta x}\right)$ થી આપવામાં આવે છે; જ્યાં $\alpha$ અને $\beta$ અચળાંકો, $x$ એ અંતર; $k$ એ બોલ્ટઝમાન અચળાંક અને $t$ એ તાપમાન છે, $\alpha$ નું પરિમાણ ............. થશે.

  • [JEE MAIN 2022]

પાણીમાં તરંગનો વેગ $ v $ ,તરંગલંબાઇ $ \lambda $ , પાણીની ઘનતા $ \rho $ ,ગુરુત્વપ્રવેગ $g$ પર આધાર રાખે,તો તેમની વચ્ચેનો સંબંધ નીચે પૈકી કયો હશે?

માર્શિયન પધ્ધતિમાં બળ $(F)$, પ્રવેગ $(A)$ અને સમય $(T)$ ને મૂળભૂત રાશિ લેવામાં આવે તો માર્શિયન પધ્ધતિમાં લંબાઇનું પારિમાણિક સૂત્ર શું થાય?

વાન્-ડર-વાલ્સ સમીકરણ $\left[ P +\frac{ a }{ V ^{2}}\right][ V - b ]= RT$ માં, $P$ એ દબાણ, $V$ એ કદ, $R$ એ વાયુના સાર્વત્રિક અચળાંક અને $T$ એ તાપમાન છે. અચળાંકોનો ગુણોત્તર $\frac{a}{b}$ એ પારિમાણિક રીતે ............. ને સમાન છે.

  • [JEE MAIN 2022]

$\left(\mathrm{P}+\frac{\mathrm{a}}{\mathrm{V}^2}\right)(\mathrm{V}-\mathrm{b})=\mathrm{RT}$ સમીકરણમાં $\mathrm{ab}^{-1}$ નું પારમાણીક સૂત્ર શુ થશે? જ્યાં સંજ્ઞા તેમના પ્રમાણિત અર્થ ધરાવે છે.

  • [JEE MAIN 2024]