થરમોસના ઢાંકણનું ક્ષેત્રફળ $75 cm^2$ અને જાડાઇ $5 cm$ છે.તેની ઉષ્મા વાહકતા $0.0075 cal/cm\,sec^oC$ છે.જો ઉષ્માનું વહન માત્ર ઢાંકણ દ્વારા થતું હોય,તો $500 gm$ $0^oC$ તાપમાને રહેલા બરફનું રૂપાંતર $0^oC$ તાપમાનવાળા પાણીમાં કરતાં ........ $(hr)$ સમય લાગશે ? બહારનું $40^oC$ તાપમાન છે,અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $80 cal g^{-1}$છે.
$2.47 $
$4.27$
$7.42 $
$4.72 $
બે સમાન ક્ષેત્રફળ વાળી પ્લેટને એકબીજાના સંપર્કમાં રાખેલ છે. તેની જાડાઈ અનુક્રમે $2 $ અને $3$ છે. પહેલી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $ -25°C$ અને બીજી પ્લેટની બાહ્ય સપાટીનું તાપમાન $25°C$ છે. જો $(a)$ સમાન પદાર્થની હોય $(b)$ તેમની ઉષ્માવાહકતા $2:3$ ગુણોત્તરમાં હોય તો સંપર્ક સપાટીનું તાપમાન શોધો.
સમાન ક્ષેત્રફળવાળી બે પ્લેટને શ્રેણીમાં રાખેલ છે. તેમની જાડાઈ અને ઉષ્માવાહકતાના બંને $2:3$ ના ગુણોત્તર છે. એક પ્લેટની બહારની સપાટીનું તાપમાન $100 °C$ અને બીજીનું $0°C$ છે. સામાન્ય સપાટીનું તાપમાન ....... $^oC$
$20cm$ લંબાઇ ધરાવતા સળિયાના છેડાના તાપમાન $ {100^o}C $ અને $ {20^o}C $ છે.તો મધ્યબિંદુનું તાપમાન...... $^oC$
$20\,\Omega$ અવરોધ અને $200\,V$ વૉલ્ટેજ ધરાવતા હીટર વડે ઓરડાનું તાપમાન ${20^o}C$ જાળવી રાખવામા આવે છે.આખા ઓરડામાં તાપમાન એકસમાન છે અને ઉષ્મા $0.2\,cm$ જાડાઈ અને $1{m^2}$ આડછેડનું ક્ષેત્રફળ ધરાવતા કાચની બારી વડે પ્રસારિત થાય તો બહારનું તાપમાન ....... $^oC$ હશે. કાચની ઉષ્માવાહકતા $K=0.2$ અને $J = 4.2 J/cal$
સમાન દ્રવ્યના અને સમાન પરીમાણ ધરાવતા ચાર સળિયા જોડીને ચોરસ બનાવવામાં આવે છે.તેના એક વિકર્ણ વચ્ચે તાપમાન તફાવત $ {100^o}C $ હોય,તો બીજા વિકર્ણ વચ્ચે તાપમાન તફાવત ........ $^oC$