આવર્તકોષ્ટકમાં ત્રણ તત્ત્વો $A$, $B$ તથા $C$ નું સ્થાન નીચે દર્શાવેલ છે-
સમૂહ $16$ | સમૂહ $17$ |
- | - |
- | $A$ |
- | - |
$B$ | $C$ |
$ (a)$ જણાવો કે, $A$ ધાતુ છે કે અધાતુ.
$(b)$ જણાવો કે, $A$ ની સરખામણીમાં $C$ વધુ પ્રતિક્રિયાત્મક છે કે ઓછું પ્રતિક્રિયાત્મક.
$(a)$ અહીં તત્ત્વ $A$ એ સમૂહ $-17$ નું છે. આથી તેની બાહ્યતમ કક્ષામાં $7$ ઇલેક્ટ્રોન રહેલા છે. આથી, તે તત્ત્વ અધાતુ છે. કારણ કે તે પોતાની અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એક ઇલેક્ટ્રૉન મેળવે છે.
$(b)$ તત્ત્વ $C$ એ તત્ત્વ $A$ ની નીચે ગોઠવાયેલ છે અને બંને એક જ સમૂહના તત્ત્વો છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં આ કદ વધે છે. વિદ્યુતઋણ લાક્ષણિકતા ઘટે છે વિદ્યુતઋણ લાક્ષણિકતામાં ઘટાડો થવાથી તે તત્ત્વ ઇલેક્ટ્રૉન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. આથી તત્ત્વ $C$ એ તત્ત્વ $A$ કરતાં ઓછું ક્રિયાશીલ છે.
પરમાણુની ઇલેક્ટ્રૉનીય રચનાને તેના આધુનિક આવર્તકોષ્ટકમાં સ્થાન સાથે શો સંબંધ છે ?
તત્ત્વ $X,$ $XCl_2$ સૂત્ર ધરાવતો ક્લોરાઇડ બનાવે છે, જે ઊચું ગલનબિંદુ ધરાવતો ઘન પદાર્થ છે. $X$ મહદંશે એવા સમાન સમૂહમાં હશે કે જેમાં ...... હશે.
આવર્તકોષ્ટકમાં ડાબીથી જમણી તરફ જતાં બદલાતા વલણ વિશે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?
કયા તત્ત્વમાં
$(a)$ બે કક્ષાઓ છે તથા બંને ઇલેક્ટ્રૉનથી સંપૂર્ણ ભરાયેલ છે ?
$(b)$ ઇલેક્ટ્રૉનીય રચના $2$, $8$, $2$ છે ?
કયા તત્ત્વમાં
$(a)$ કુલ ત્રણ કક્ષા છે કે જે સંયોજકતા કક્ષામાં ચાર ઇલેક્ટ્રૉન ધરાવે છે ?
$(b)$ કુલ બે કક્ષા છે કે જે સંયોજકતા કક્ષામાં ત્રણ ઇલેક્ટ્રૉન ધરાવે છે
$(c)$ બીજી કક્ષામાં પ્રથમ કક્ષા કરતાં બમણા ઇલેક્ટ્રૉન છે ?