- Home
- Standard 12
- Biology
મૃતદ્રવ્યોના વિઘટનનો દર અજૈવિક પરિબળો જેવાં કે ઓક્સિજનની પ્રાપ્તિ, માટીના પડની $\mathrm{pH}$, તાપમાન વગેરે દ્વારા અસર પામે છે -ચર્ચા કરો.
Solution
મૃત પદાર્થો અથવા પ્રાણીઓ અને વનસ્પતિના ભાગોનું બૅક્ટેરિયા અને ફૂગ જેવાં સૂક્ષ્મજીવો દ્વારા વિધટન થાય છે. આ વિધટકોની વૃદ્ધિનો દર અજૈવિક પરિબળો જેવા કે તાપમાન, ભેજ, માટીની $\mathrm{pH}$ અને પ્રકાશ દ્વારા અસર પામે છે. ભૂમિની $\mathrm{pH}$ ઍસિડિક અને આલ્કલીય સૂક્ષ્મજીવોના બંધારણને અસર કરે છે. ઓક્સિજનની ગેરહાજરી અને હાજરીમાં અનુક્રમે અજારક અને જારક શ્વસનની પ્રક્રિયાઓ થાય છે.
ઓક્સિજનની હાજરીમાં પદાર્થનું સંપૂર્ણ વિધટન થાય છે. જ્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં અને હાજરીમાં અનુક્રમે અજારક અને જારક શ્વસનની પ્રક્રિયાઓ થાય છે.
ઓક્સિજનની હાજરીમાં પદાર્થનું સંપૂર્ણ વિઘટન થાય છે. જ્યારે ઓક્સિજનની ગેરહાજરીમાં અપૂર્ણ વિઘટન થાય છે. તે જ પ્રમાણે ઉંચાં તાપમાને સૂક્ષ્મજીવો શ્રેષ્ઠ રીતે વૃદ્ધિ પામતાં નથી. પરંતુ ઉંચા અથવા નીચા તાપમાને સહનશીલ સૂક્ષ્મજીવોની વૃદ્ધિ શક્ય બને છે.