$25 \mu \mathrm{F}, 30 \mu \mathrm{F}$ અને $45 \mu \mathrm{F}$ સંધારકતા ધરાવતા ત્રણ સંધારકો ને $100 \mathrm{~V}$ ના ઉદગમ સાથે સમાંતરમાં જોડવામાં આવ્યા છે. આ સંયોજનમાં સંગ્રહ પામતી ઊર્જા $\mathrm{E}$ છે. જ્યારે સંધારકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે સંગ્રહ પામતી ઉર્જા $\frac{9}{x} \mathrm{E}$છે. $x$ નું મૂલ્ય. . . . . . . . થશે.

  • [JEE MAIN 2024]
  • A

    $85$

  • B

    $86$

  • C

    $87$

  • D

    $88$

Similar Questions

$C_1$ કેપેસિટરને $V_0$ વોલ્ટેજથી ચાર્જ કરતાં તેની ઊર્જા $U_0$ છે.હવે,આ કેપેસિટર સાથે વિદ્યુતભાર રહિત કેપેસિટર $C_2$ સામંતરમાં જોડવાથી તે કેટલી ઉર્જા ગુમાવશે?

$50\, \mu F$ ધરાવતા કેપેસિટરને $100\, V$ ચાર્જ કરેલ છે.બેટરી દૂર કરીને  બે પ્લેટ વચ્ચેનું અંતર બમણું કરવા માટે કેટલું કાર્ય કરવું પડે?

$5\, \mu F$ કેપેસીટરને $220\,V$ વડે સંપૂર્ણ ચાર્જ કરેલ છે. પછી તેને તેમાંથી અલગ કરી તેને $2.5\;\mu F$ ના બીજા વિજભારરહિત કેપેસીટર સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જો તેના પરના વિજભારના પુનર્વિતરણ દરમિયાન તેની ઊર્જામાં થતો ફેરફાર $\frac{ X }{100}\; J$ હોય તો $X$ નું મૂલ્ય નજીકતમ પૂર્ણાંકમાં કેટલું હશે?

  • [JEE MAIN 2020]

બે $C$ અને $2\, C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $V$ અને $2\, V$ જેટલા વિદ્યુતસ્થિતિમાનના તફાવત વડે ચાર્જ કરવામાં આવે છે. પછી તેમને સમાંતરમાં એવી રીતે જોડવામાં આવે છે કે જેથી એકનો ધન છેડો બીજાના ઋણ ચેડાં સાથે જોડાય. આ તંત્રની અંતિમ ઉર્જા $.....CV^2$ જેટલી હશે. 

  • [JEE MAIN 2020]

એક સમાંતર પ્લેટ કેપેસીટરની દરેક પ્લેટનું ક્ષેત્રફળ $90 \,cm ^{2}$ અને બે પ્લેટ વચ્ચેનું અંતર $2.5\,mm$ છે. કેપેસીટરને $400\,V$ ના સપ્લાય સાથે જોડીને વિદ્યુતભારિત કરવામાં આવે છે.

$(a)$ કેપેસીટર વડે કેટલી સ્થિતવિદ્યુતઊર્જા સંગ્રહિત થયેલ છે?

$(b)$ આ ઊર્જાને બે પ્લેટવચ્ચેના સ્થિતવિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહ પામેલી ગણો અને એકમ કદ દીઠ ઊર્જા મેળવો. આ પરથી uઅને વિદ્યુતક્ષેત્રના માનદ વચ્ચેનો સંબંધ મેળવો.