સમાન કદ ધરાવતા $27$ બુંદને $220\, V$ થી વિદ્યુતભારિત કરવામાં આવે છે. તેઓને ભેગા કરીને એક મોટું બુંદ બનાવવામાં આવે છે. મોટા બુંદનું સ્થિતિમાન ગણો. ($V$ માં)

  • [NEET 2021]
  • A

    $1980$

  • B

    $1320$

  • C

    $1520$

  • D

    $660$

Similar Questions

એક $R$ ત્રિજ્યા ધરાવતા ગોળામાં $q$ જેટલો વિદ્યુતભાર એકસમાન રીતે વહેંચાયેલ છે. સપાટીથી કેટલા લઘુતમ અંતરે મળતો સ્થિતિમાન, કેન્દ્રનાં સ્થિતિમાનથી અડધો હશે?

$\mathrm{R}$ ત્રિજ્યાની રિંગ પર $+ \mathrm{Q}$ વિધુતભાર નિયમિત રીતે વિતરીત થયેલો હોય, તો તેના અક્ષ પર સ્થિતિમાનની ગણતરી કરો.

$a , b$ અને $c$ ત્રિજ્યા $[a < b < c]$ ના ત્રણ સમકેન્દ્રીય ગોળાકાર ધાતુ કવય $X , Y$ અને $Z$ ની પૃષ્ઠવિજભાર ધનતા અનુક્રમે $\sigma,-\sigma$ અને $\sigma$ છે.કવચ $X$ અને $Z$ સમાન સ્થિતિમાન ધરાવે છે. જો $X$ અને $Y$ ની ત્રિજ્યા અનુક્રમે $2\,cm$ અને $3\,cm$ હોય તો કવચ $Z$ ની ત્રિજ્યા $......\,cm$ છે.

  • [JEE MAIN 2023]

અણુના ન્યુક્લિયસ $(Z = 50),$ ની ત્રિજ્યા $9 \times  10^{-13}\ m,$ તો તેના પૃષ્ઠ પરનું સ્થિતિમાન ....... હશે.

બે વિદ્યુતભારીત ધાતુના ગોળા $S_{1}$ અને $\mathrm{S}_{2}$ જેની ત્રિજયા $\mathrm{R}_{1}$ અને $\mathrm{R}_{2}$ છે.$S_1$ ગોળાને $E_1$ અને $S_2$ ગોળાને $E_2$ વિદ્યુતક્ષેત્રમાં એવે રીતે મૂકવામાં આવે છે કે જેથી $\mathrm{E}_{1} / \mathrm{E}_{2}=\mathrm{R}_{1} / \mathrm{R}_{2} $ થાય. બંને ગોળા પરના વિદ્યુતસ્થિતિમાનનો ગુણોત્તર $\frac{V_1}{V_2}$ કેટલો થાય?

  • [JEE MAIN 2020]