બે સમાન ગોળાઓ $A$ અને $B$ને જ્યારે હવામાં ચોક્કસ અંતરે રાખવામાં આવે છે ત્યારે તે $F$ જેટલાં બળથી એકબીજાને અપાકર્ષે છે. ત્રીજો સમાન અવિદ્યુતભારીત ગોળો $C$ પ્રથમ ગોળા $A$ના અને ત્યારબાદ ગોળા $B$ના સંપર્કમાં લાવવામાં આવે છે. છેલ્લે તેને ગોળાઓ $A$ અને $B$ ના મધ્યબિંદુ પર મૂકવામાં આવે છે. ગોળા $C$ પર લાગતું બળ $...........$ હશે.
$3\,F / 2$
$3\,F / 4$
$F$
$2\,F$
$q_1$ બિંદુવત વિદ્યુતભાર $q_2$ વિદ્યુતભાર પર $F$ બળ લાગુ પાડે છે. જો બીજો એક વિદ્યુતભાર $q_3$ ને $q_2$ વિદ્યુતભારની એકદમ નજીક મૂકવામાં આવે તો $q_1$ વિદ્યુતભાર દ્વારા $q_2$ વિદ્યુતભાર પર લાગતું બળ કેટલું હશે ?
સમબાજુ ત્રિકોણના $A$ બિંદુ પર રહેલાં વિદ્યુતભાર પર $BC$ ને લંબ દિશામાં કેટલું બળ લાગે?
બે સમાન મૂલ્યના $q$ વિદ્યુતભારો $x$ અક્ષ પર $2a$ અંતરે આવેલા છે. $m$ દળના બીજો $q$ વિદ્યુતભારને બે વિદ્યુતભારની વચ્ચેના માર્ગ (પથ) પર મૂકેલ છે. જો આ વિદ્યુતભાર સમતુલન સ્થિતિથી $x$ અંતરે સ્થાન બદલે તો કણ .........
$(a)$ કૉપરના અલગ કરેલા બે ગોળાઓ $A$ અને $B$ નાં કેન્દ્રો વચ્ચેનું અંતર $50 \,cm$ છે. જો દરેક પરનો વિદ્યુતભાર $6.5 \times 10^{-7}\; C$ હોય તો તેમની વચ્ચે પરસ્પર લાગતું અપાકર્ષણનું બળ કેટલું હશે ? $A$ અને $B$ વચ્ચેના અંતરની સરખામણીએ તેમની ત્રિજ્યાઓ અવગણી શકાય તેવી છે. $(b)$ જો આ દરેક ગોળા પરનો વિદ્યુતભાર બમણો કરવામાં આવે અને તેમની વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો કેટલું અપાકર્ષણ બળ લાગશે?
$1\, \mu C$ વિદ્યુતભારોને $x-$ અક્ષ પર $x = 1, 2,4, 8, .... \infty$ મૂકવામાં આવે છે. તો ઉગમ બિંદુ પર રહેલ $1\, C$ વિદ્યુતભાર પર કેટલા .....$N$ બળ લાગે?