અસમાન મૂલ્યના બે બિદુવત વિદ્યુતભારોને નિશ્ચિત અંતરે દૂર મૂકવામાં આવ્યા છે. શૂન્ય ક્ષેત્ર ધરાવતા બિંદુ પાસે નાનો ઘન વિદ્યુતભાર મૂકવામાં આવે તો

  • A

    પરિક્ષણ વિદ્યુતભાર અસ્થાયી સંતુલનમાં છે.

  • B

    પરિક્ષણ વિદ્યુતભાર સ્થાયી સંતુલનમાં છે.

  • C

    પરિક્ષણ વિદ્યુતભાર તટસ્થ સંતુલનમાં છે.

  • D

    પરિક્ષણ વિદ્યુતભાર સંતુલનમાં નથી.

Similar Questions

બે એકસમાન વાહક ગોળા $A$ અને $B$ પર સમાન વિજભાર છે.તેમની વચ્ચેની અંતર તેમના વ્યાસ કરતાં ઘણું વધારે છે અને તેમની વચ્ચેનું બળ $F$ છે. ત્રીજો સમાન વાહક ગોળો $C$ જે વિજભારરહિત છે તેને પહેલા $A$ ગોળા અને પછી $B$ ગોળા સાથે સ્પર્શ કરાવીને દૂર કરવામાં આવે છે તો હવે $A$ અને $B$  ગોળા વચ્ચે કેટલું બળ લાગતું હશે?

  • [JEE MAIN 2018]

ધાતુના બે સમાન ગોળાઓ $B$ અને $C$ પર સમાન વિદ્યુતભાર છે.જયારે આ બે ગોળાઓને એકબીજાથી અમુક અંતરે રાખવામાં આવે છે,ત્યારે તેમની વચ્ચે અપાકર્ષી બળ $F$ લાગે છે.હવે,આ ગોળાઓ જેવા જ એક ત્રીજા વિદ્યુતભાર રહિત ગોળાનો $B$ સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં આવે છે.ત્યારબાદ તેનો $C$ સાથે સ્પર્શ કરાવી છૂટો પાડવામાં આવે છે.ગોળા $B$ અને $C$ વચ્ચે લાગતું નવું અપાકર્ષણ બળ કેટલું હશે? (બંને ગોળા વચ્ચેનું અંતર બદલાતું નથી.)

  • [AIEEE 2004]

બે બિંદુવત વિદ્યુતભારો $+ 9\ e$ અને $+e$ એકબીજાથી $16\, cm$ દૂર મૂકેલા છે. તેમની વચ્ચે ત્રીજો વિદ્યુતભાર $q$ ને ક્યાં મૂકવામાં આવે કે જેથી તે સંતુલન સ્થિતિમાં હોય.

બે સમાન ધન બિંદુવત વિદ્યુતભારને એકબીજાથી $2a$ અંતરથી અલગ કરવામાં આવે છે. બે વિદ્યુતભારને જોડતી રેખાના કેન્દ્રથી વિષુવવૃત્તીય રેખા (લંબ દ્વિભાજક) પરના એક બિંદુનું અંતર કે જેના પર પરીક્ષણ વિદ્યુતભાર $q_0$ દ્વારા અનુભવાતું બળ મહત્તમ થાય તે $\frac{a}{\sqrt{x}}$ છે. $x$ નું મૂલ્ય કેટલું હશે?

  • [JEE MAIN 2023]

$ke ^{2} / G m _{ e } m _{ p }$ ગુણોત્તર પરિમાણરહિત છે તેમ ચકાસો. ભૌતિક અચળાંકો ધરાવતા કોષ્ટકમાં જુઓ અને આ ગુણોત્તરનું મૂલ્ય શોધો. આ ગુણોત્તર શું સૂચવે છે?