- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
easy
$\rm {IUDs}$ એટલે શું ? તેના પ્રકાર અને અસરો જણાવો.
Option A
Option B
Option C
Option D
Solution

માદાના ગર્ભાશયમાં બહારનો ઘટક દાખલ કરવાથી ગર્ભ અવરોધકતા મેળવી શકાય છે. આને ઇન્ટ્રા યુટેરાઇન ડિવાઇસ $IUDs$ કહે છે.
આ $IUDs$ ના બે પ્રકાર છે : $(a)$ બિનઔષધીય $IUDs$ (ઉદા. લિપસ લૂપ, કૉપર મુક્ત કરતું $IUDs (CuT, Cu7,$ મલ્ટિ લોડ $375)$
$(b)$ અંતઃસ્રાવ મુક્ત કરતા $IUDs$ (પ્રૉજેસ્ટાસર્ટ, $LNG-20)$ પ્રાપ્ય છે.
$IUDs$ ગર્ભાશયની અંદર શુક્રકોષોના ભક્ષણ (phagocytosis)માં વધારો કરે છે અને મુક્ત થતા $Cu$ આયન શુક્રકોષોની ગતિશીલતા (ચલિતતા) અને ફલન ક્ષમતાને અવરોધે છે. આ ઉપરાંત અંતઃસ્રાવ મુક્ત કરતા $IUDs$ ગર્ભાશયને ગર્ભધારણ માટે અયોગ્ય બનાવે છે, ગ્રીવાને શુક્રકોષો માટે પ્રતિકૂળ કરે છે.
$IUDs$ જે સ્ત્રીઓ ગર્ભધારણમાં વિલંબ કે બાળકો વચ્ચે સમયગાળો ઇચ્છે છે તેમના માટે આદર્શ ગર્ભનિરોધક છે.
Standard 12
Biology