ગર્ભનિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના ક્યા કારણ હોઈ શકે છે ?
ગર્ભનિરોધક સાધનોના ઉપયોગથી....
જાતીય સંક્રમિત રોગો - $HIV, AIDS$ સામે રક્ષણ મળે છે.
ગોનોરિયા, સિફિલીસ અને મસાના રોગ સામે રક્ષણ મળે છે.
સંતતિ નિયમનમાં મદદરૂપ થાય છે.
બાળકોના નિર્માણ વચ્ચે સમયગાળો રાખી શકાય છે એટલે કે બે સંતતિઓ વચ્ચે ચોક્કસ સમયગાળો રાખી શકાય છે.
જાતીય સમાગમ આનંદમય બનાવે છે.
પ્રાજનનિક સ્વાથ્ય પણ સારું રહે છે.
વધતી જતી વસ્તી અટકાવી શકાય છે.
પ્રજનન કોઈ જાતિની વસ્તીની સ્થાયીતામાં કઈ રીતે મદદરૂપ થાય છે ?
તે માટેનું કારણ તમે વિચારી શકો ? જટિલ સંરચનાવાળા સજીવો પુનર્જનન દ્વારા નવી સંતતિ શા માટે ઉત્પન્ન કરી શકતા નથી ?
ઋતુસ્ત્રાવ શા માટે થાય છે ?
$DNA$ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્ત્વ છે ?
......માં અલિંગી પ્રજનન કલિકા સર્જન દ્વારા થાય છે.