$\mathrm{LCAO}$ શું છે ? તે સમજવો ?
પરમાણ્વીય કક્ષકો અને $\psi$ : તરંગ યંત્રશાસ્ત્ર પ્રમાણે પરમાણવીય કક્ષકોને તરંગ વિધેય ($\psi$) તરીકે દર્શાવાય છે. આ તરંગ વિધેય ઇલેક્ટ્રૉન તરંગનો કંપવિસ્તાર રજૂ કરે છે અને આ તરંગ વિધેયો શ્રોડિંજરના તરંગ સમીકરણના ઉકેલ ઉપરથી મેળવી શકાય છે. આણ્વીય કક્ષકો અને $\psi$ તથા $ICAO :$ પરમાણુની જેમ “આખા અણુના' માટે શ્રોડિંજરનું તરંગ સમીકરણ લખી શકાય
શ્રોડિંજરનું તરંગ સમીકરણ એક કરતાં વધારે ઇલેક્ટ્રૉન ધરાવતી પ્રણાલીના માટે ઉકેલી શકાતું નથી.”
આણ્વિય કક્ષકો કે જેઓ અણુઓ માટે એક ઇલેક્ટ્રૉન પ્રણાલી છે, તેમને શ્રોડિંજરના તરંગ સમીકરણનાં સીધા ઉકેલથી મેળવવા મુશ્કેલ છે.
આ સમસ્યાને દૂર કરવા માટે લગભગ આશરા પડતી પદ્ધતિ સ્વિકારાઈ છે.
આશરા પડતી પદ્ધતિને પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન $(LCA0)$ કહે છે. $LCAO$ (પરમાણ્વીય કક્ષકોનું રેખીય સંગઠન) એટલે એક કરતાં વધારે ઇલેક્ટ્રૉન ધરાવતી આણ્વીય કક્ષકોનો શ્રોડિંજરના તરંગ સમીકરણથી આશરા પડતી (ઉકેલ) મેળવવાની રીત
$O_2$ થી $O_2^-$ આયનમાં પરિવર્તન દરમિયાન,ઇલેક્ટ્રોન નીચેની કઈ કક્ષામાં ઉમેરાય છે?
એક દ્રિપરમાણ્વિક આણુની $2 s$ અને $2 p$ પરમાણ્વિય કક્ષકો માંથી બનતી આગ્વીય કક્ષકોની કુલ સંખ્યા___________ છે.
આયનો/અણુઓને ધ્યાનમાં લો.
$O _{2}^{+}, O _{2}, O _{2}^{-}, O _{2}^{2-}$
ચઢતા બંધક્રમાંકનો સાચો વિકલ્પ શોધો.
નીચેનામાંથી કયા અણુઓમાં $\pi 2{{\rm{p}}_{\rm{z}}}$ અને $\pi 2{{\rm{p}}_{\rm{y}}}$ કક્ષકો ${\sigma ^*}2{{\rm{p}}_{\rm{x}}}$ આણ્વીય કક્ષકો ભરાયા પછી ભરાય છે ?
$(A)$ ${{\rm{O}}_2}$ $(B)$ $\mathrm{Ne}_{2}$ $(C)$ $\mathrm{N}_{2}$ $(D)$ $\mathrm{F}_{2}$
આણ્વીય કક્ષકના સિદ્ધાંતથી $\mathrm{H}_{2}$ અણુની રચના સમજાવો.