બંધક્રમાંક એટલે શું ? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

લૂઈસ પ્રમાણે બંધક્રમાંક : લૂઈસ પ્રમાણે બંધક્રમાંક એટલે અણુમાંના બંધમાં બે પરમાણુઓઓની વચ્ચે ભાગીદારીનાં ઈલેક્ટ્રોનયુગ્મની સંખ્યા.

ઉદા. $H _{2}, F _{2}, Cl _{2}, HCl$ માં બંધક્રમાંક એક છે અને તે દરેકમાં ભાગીદારીનું ઈલેક્ટ્રોંનયુગ્મ $16$ છે પણ $O _{2}$ માં બંધક્રમાંક બે અને $N _{2}$ માં ત્રણ છે. કારણકે તેઓમાં બે પરમાણુ વચ્ચે ભાગીદારીનાં ઈલેક્ટ્રોનયુગ્મોની સંખ્યા અનુક્રમે $2$ અને $3$ છે.

$MO$ સિદ્ધાંત પ્રમાણે બંધક્રમાંક $(BO)$ : $\frac{1}{2}\left( N _{ b }- N _{ a }\right)$

જ્યાં, $N _{ b }= BMO$ ના કુલ બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા

$N _{ a }= ABMO$ ના કુલ અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા

અણુની $MO$ માં રહેલા બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યાના તફાવત અને $2$ ના ગુણોત્તરને 'બંધક્રમાંક' કહે છે.

ઉદા. $H _{2}$ માં બંધક્રમાંક $=\frac{1}{2}\left( N _{ b }- N _{ a }\right)=\frac{1}{2}(2-0)=1$

$F _{2}, Cl _{2}, Br _{2}$ માં બંધક્રમાંક $=\frac{1}{2}\left( N _{ b }- N _{ a }\right)=\frac{1}{2}(10-8)=1$

$O _{2}$ માં બંધક્રમાંક $BO =\frac{1}{2}(10-6)=2$

$N _{2}$ માં બંધક્રમાંક $BO =\frac{1}{2}(10-4)=3$

Similar Questions

વિધાન અને કારણ સમજ્યા બાદ સાચો વિકલ્પ પસંદ કરો. 

વિધાન : $H_2$ ની બંધકારક આણ્વિય કક્ષકો $(MO)$ માં કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા વધે છે. 

કારણ : બંધકારક $MO$ એ ${\psi _A}\, + \,\,{\psi _{B,}}$ છે, જે જોડતા ઇલેક્ટ્રોન તરંગોની વિઘટકો આંતરક્રિયા દર્શાવે છે . 

  • [JEE MAIN 2015]

બે પરમાણુની $2{{\rm{p}}_{\rm{z}}}$ નાં આંતરકેન્દ્રીય ધરી ઉપર રેખીય સંગઠનથી રચાતી આણ્વીય કક્ષકોનાં ઊર્જા આલેખ તથા તે રચનાની કક્ષકોની આકૃતિ આપો.

નીચે આપેલ પ્રક્રમોમાંથી કયામાં બંધક્રમાંક વધે છે અને અનુચુંબકીય પ્રકૃતિમાંથી પ્રતિચુંબકીયમાં ફેરફાર થાય છે ?

  • [JEE MAIN 2023]

આણ્વીય કક્ષક સિદ્ધાંત અનુસાર $O_2^ + $ ઘટક નીચેનામાંથી શું ધરાવે છે?

હિલિયમ $\left( {{\rm{H}}{{\rm{e}}_2}} \right)$ અણુની $\mathrm{MO}$ માં ઇલેક્ટ્રોનીય રચના, બંધમાંક અને ચુંબકીય ગુણો તથા ઊર્જા આલેખ આપો.