ઉપ્લાવક બળ એટલે શું ?
પદાર્થને પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે ત્યારે તે પ્રવાહી પદાર્થ પર ઉર્ધ્વદિશામાં બળ લગાડે છે. આ બળને ઉત્પ્લાવકબળ અથવા તારકબળ ક્હે છે. આ ધટનાને પ્રવાહીની તારક્તા અથવા તારણશક્તિ (ઉત્પ્લાવક્તા, $buoyancy$) કહે છે. આ બળ વિસ્થાપીત કરેલાં પ્રવાહીના દ્રવ્યમાન કેન્દ્ર પર ઊર્ધ્વદિશામાં લાગે છે.
$0.5\,m$ લંબાઈ ધરાવતો ઘન પાણી પર તરે છે જેનું $30\%$ કદ પાણીની અંદર છે. બ્લોક પર મહત્તમ ......$kg$ વજન મૂકી શકાય કે જેથી તે સંપૂર્ણ પાણીમાં ડૂબી ના જાય. [પાણીની ઘનતા $= 10^3\,kg/m^3$ ]
$d$ વ્યાસ ધરાવતી મીણબત્તીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $D (D > > d)$ વ્યાસ ધરાવતા પાત્રમાં મુકેલ છે.જો મીણબત્તી $2\, cm/hour$ ના દરથી બળતી હોય તો મીણબત્તીનો ઉપરનો ભાગ .....
આર્કિમિડિઝનો સિદ્ધાંત લખો અને સાબિત કરો.
બહારની ત્રિજ્યા $R$ ધરાવતો એક પોલો ગોળો પાણીની સપાટીની અંદર માત્ર ડૂબેલો છે. પોલા ગોળાની અંદરની ત્રિજ્યા $r$ છે. જો ગોળાના દ્રવ્યની પાણીની સાપેક્ષે ઘનતા $\frac{27}{8}$ હોય તો $r$ નું મૂલ્ય $......R$ જેટલું હશે?
એક સમઘન બ્લોક તેનું પાંચમા ભાગ જેટલું કદ પ્રવાહમાં ડૂબાયેલું રહે તેમ પ્રવાહીમાં તરી રહ્યું છે. જો સંપૂર્ણ તંત્ર $g/4$ પ્રવેગ સાથે અધો દિશામાં પ્રવેગિત થાય છે તો સમઘનના કદનો કેટલામો ભાગ પ્રવાહીમાં ડૂબેલો હેશે ?