- Home
- Standard 11
- Chemistry
Environmental Study
medium
હરિત ઇંધણ એટલે શું ? કચરાના પુનર્ચક્રણ વિશે માહિતી આપો.
Option A
Option B
Option C
Option D
Solution
પ્લાસ્ટિકના કચરામાંથી મળતા ઈંધણનો ઑક્ટન આંક ઊંચો હોય છે. તેમાં લૅડ હોતું નથી. આથી તે ‘હરિત ઈંધણ' તરીકે ઓળખાય છે.
રસાયણ અને કાપડ ઉદ્યોગમાં થયેલા આધુનિક વિકાસને કારણે હવે પુનચક્રિત પ્લાસ્ટિકના વસ્ત્રો બની શકે છે. હાલમાં એવી ટેક્નોલૉજીનો વિકાસ કરવામાં આવ્યો છે કે જેના દ્વારા કચરામાંથી વિદ્યુત ઉત્પન્ન કરી શકાય. જેમાં કચરામાંથી લોખંડ, પ્લાસ્ટિક, કાચ, કાગળ વગેરેને અલગ કરી બાકી રહેલા ભાગને પાણી સાથે મિશ્ર કરવામાં આવે છે. તેમાં બૅક્ટરિયાનો કેટલોક જથ્થો ઉમેરવામાં આવે છે. જે મિથેન ઉત્પન્ન કરે છે, તેને બાયોગૅસ તરીકે ઓળખાય છે.
બાયોગૅસ વીજળી ઉત્પન્ન કરવામાં વપરાય છે અને તેની ઉપનીપજ ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે.
Standard 11
Chemistry