2.Human Reproduction
medium

જરાયું એટલે શું ? જરાયુમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપો.

Option A
Option B
Option C
Option D

Solution

ગર્ભસ્થાપન બાદ, પોષકકોષો (trophoblast) ઉપર આંગળી જેવો પ્રવધુ દેખાય છે જેને જરાયુજ અંકુર (chorionicvill) કહે છે. જે ગર્ભાશયની પેશીઓ અને માતાના રુધિર દ્વારા ઘેરાયેલ છે.

જરાયુજ અંકુર અને ગર્ભાશય પેશી એકબીજા સાથે સંકળાઈ અને સંયુક્ત રીતે ભ્રૂણ અને માતાના શરીર વચ્ચે રચનાત્મક તથા ક્રિયાત્મક એકમ બનાવે છે જેને જરાયુ (placenta) કહે છે.

જરાયુનું કાર્ય $:$ જરાયુ, ભ્રૂણને ઓક્સિજન અને પોષક ઘટકોનો પુરવઠો પૂરો પાડે છે.

તથા ભ્રૂણ દ્વારા ઉત્પાદિત કાર્બન ડાયોક્સાઈડ અને ઉત્સર્ગ $/$ નકામા પદાર્થોનો નિકાલ પણ કરે છે.

જરાયું,ભ્રૂણ સાથે ગર્ભનાળ (umbilical cord) દ્વારા સંકળાયેલ છે જે ભ્રૂણની અંદર અને બહાર પદાર્થોના વહનમાં મદદ કરે છે.

જરાયુમાંથી ઉત્પન્ન થતાં અંતઃસ્ત્રાવો $:$ જરાયુ અંતઃસ્ત્રાવી પેશી તરીકે પણ વર્તે છે અને ઘણા અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે જેવા કે$…$

$(i)$ હ્યુમન કોરિઓનિક ગોનાડોટ્રોફિન $(hCG)$,

$(ii)$ હ્યુમન પ્લેસેન્ટલ લેક્ટોજેન $(hPL)$ ,

$(iii)$ ઇસ્ટ્રોજન્સ,

$(iv)$ પ્રોજેસ્ટોજેન્સ,

$(v)$ ગર્ભાવસ્થાના અંત ભાગમાં, અંડપિંડ દ્વારા રિલેક્સિન કહેવાતા અંતઃસ્ત્રાવનો પણ સ્ત્રાવ થાય છે.

$(vi)$ એ યાદ રાખવું જરૂરી છે કે $hCG$ , $hPL$ અને રિલેક્સિન સ્ત્રીઓમાં ફક્ત ગર્ભાવસ્થા દરમિયાન જ ઉત્પન્ન થાય છે.

$(vii)$ ગર્ભાવસ્થા દરમિયાન માતાના રુધિરમાં અન્ય અંતઃસ્ત્રાવો જેવા કે ઇસ્ટ્રોજન્સ, પ્રોજેસ્ટોજેન્સ, કોર્ટિસોલ, પ્રોલેક્ટિન, થાયરોક્સિન વગેરેનું સ્તર ઘણું વધી જાય છે.

આ અંતઃસ્ત્રાવોનાં ઉત્પાદનમાં વધારો ગર્ભની વૃદ્ધિના આધાર માટે, માતામાં ચયાપચયિક ફેરફારો અને ગર્ભાવસ્થાની જાળવણી સાથેની માટે આવશ્યક છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.