એકમ એટલે શું ? તથા મૂળભૂત એકમ અને સાધિત એકમ એટલે શું ?
આંતરરાષ્ટ્રીય રીતે સ્વીકારેલ પ્રમાણાભૂત માપ. (મોડેલ) સાથેની ભૌતિક રાશિના માપની સરખામણીને એકમ કહે છે. એકમ ધરાવતી ભૌતિક રાશિના માપનોને ચોક્કસ સંખ્યા અને ત્યારબાદ તેના એકમની ચોક્કસ સંજ્ઞા લખીને દર્શાવાય છે.જો કે આવી સંખ્યા ઘણી જ વધારે છે છતાં તેમને રજૂ કરવા મર્યાદિત સંખ્યામાં એકમો ની જરૂર પડે છે.ભૌતિક રાશિઓ એકબીજા સાથે આંતર સંબંધો ધરાવે છે.
મૂળભૂત (પાયાની) ભૌતિક રાશિઓના એકમોને મૂળભૂત એકમો કે પાયાના એકમો કહે છે.
મૂળભૂત એકમોના પદમાં બાકીની બધી જ ભૌતિક રાશિઓના એકમોને દર્શાવી શકાય છે તેથી આ રીતે મેળવેલ ભૌતિક રાશિઓના એકમોને સાધિત એકમો કહે છે.
ભૌતિક રાશિ એટલે શું ? તેના પ્રકાર જણાવો .
$ L/R $ નો એકમ શું થશે? (જયાં $L=$ ઇન્ડકટન્સ અને $R =$ અવરોધ)
$Dyne/cm^2$ એ કઈ રાશિનો એકમ નથી?
નીચે પૈકી ઉર્જાનો એકમ કયો છે?
ઓસિલેટર પરનું અવમંદન બળ વેગના સપ્રમાણમાં છે. આ સપ્રમાણતાના અચળાંકનો એકમ શું થાય?