પર્યાવરણીય પ્રદૂષણના નિયંત્રણ માટે કેવાં પગલાં લેવાં જોઈએ ?
પર્યાવરણીય પ્રદૂષણ અટકાવવા નીચે પ્રમાણે પગલાં લેવા જોઈએ.
$(i)$ કચરાનું વ્યવસ્થાપન : ઘન કચરો માત્ર એ જ નથી કે જે કચરાપેટીમાં જોવા મળે છે. નકામી ઘરેલું ચીજવસ્તુ સિવાય પણ અનેક કચરો જોવા મળે છે. જેમ કે, ચિકિત્સકીય કચરો, કૃષિ કચરો, ઔદ્યોગિક કચરો અને ખનીજ કચરો. આ કચરાનો
યોગ્ય રીતે નિકાલ કરવામાં તથા વ્યવસ્થાપન કરવામાં આવે તો પર્યાવરણ પ્રદૂષણનું સ્તર નીચું ઊતરી શકે છે.
$(ii)$ એકત્રીકરણ અને નિકાલ : ઘરેલું કચરાને નાના પાત્રમાં એકત્ર કરી અંગત કે નગરપાલિકાના કામદાર દ્વારા નિકાલને
સ્થળે પહોંચાડી તેઓને જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય કચરા તરીકે અલગ પાડવામાં આવે છે. જૈવ અવિઘટનીય કચરો જેવો કે પ્લાસ્ટિક, કાચ, ધાતુની વસ્તુઓ વગેરેને પુનર્ચક્રણ માટે મોકલવામાં આવે છે. જ્યારે જૈવ વિઘટનીય કચરાને ખુલ્લી જમીનમાં દાટી દેવામાં આવે છે. જે થોડા સમય બાદ કૉમ્પોસ્ટમાં રૂપાંતર પામે છે. જો આ કચરાને એકત્ર કરવામાં ન આવે તો તે ગટરમાં જાય છે અને કેટલાક કચરાને ઢોર-ઢાંખર ખાઈ જાય છે, જૈવ અવિઘટનીય કચરો જેવાં કે પોલિથીન બેગ, ધાતુની વસ્તુ વગેરે ગટરમાં અવરોધ ઊભો કરે છે અને જો ઢોર-ઢાંખર તેમને ગળી જાય તો તેઓનું મૃત્યુ પણ થઈ શકે છે. તેથી સામાન્ય વ્યવહારમાં ઘરેલું કચરાને યોગ્ય રીતે એકત્રીત કર્યા બાદ નિકાલ કરવો જરૂરી છે.
નીચે વિભાગ $-I$ માં આપેલા રજકણ પ્રદૂષકોને, વિભાગ $-II$ માં આપેલ તેના કણો સાથે જોડો.
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(A)$
ધુમાડો |
$(1)$ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઉત્પન થતી બાપની ઠારણ ક્રિયાથી ઉત્પન્ન થાય છે. |
$(B)$ ધૂળ | $(2)$ બારીક ઘન કણ |
$(C)$ ) ધુમ્મસ | $(3)$ ફેલાયેલ પ્રવાહીનાં કણો અને વરાળના ઠારણથી ઉત્પન્ન થાય. |
$(D)$ ધૂમ | $(4)$ કાર્બનિક પદાર્થનાં દહનથી ઉત્પન્ન થતા ઘન અને પ્રવાહી કણોનું મિશ્રણ. |
તમે તમારા ખેતરમાં અથવા બગીચામાં કૉમ્પોસ્ટ બનાવવાના ખાડા તૈયાર કરેલા છે. ઉત્તમ કૉમ્પોસ્ટ બનાવવાની પ્રક્રિયાની ચર્ચા દુર્ગધ, માખીઓ તથા નકામા પદાર્થોના પુનર્ચક્રણના સંદર્ભમાં કરો.
ખાલી જગ્યા પૂરો :
$(1)$ ફ્લોરાઇડની ઊણપ ............. માટે જવાબદાર છે.
$(2)$ પીવાના પાણીમાં લેડના પ્રમાણની સીમા .... છે.
$(3)$ પીવાના પાણીમાં નાઇટ્રેટની મહત્તમ સીમા .. છે.
$(4)$ .......... અને ......... રસાયણો ચેતાતંત્ર માટે વિષ તરીકે વર્તે છે.
સૂચિ $I$ સાથે સૂચિ $II$ ને જોડો.
સૂચિ $I$ ઉદ્યોગ | સૂચિ $I$ ઉત્પન્ન થતો કચરો |
$A$ સ્ટીલ ઉદ્યોગ(પ્લાન્ટ) | $I$ જીપ્સમ |
$B$ ઉષ્મીય વિદ્યુત મથકો | $II$ ઉડતી રાખ |
$C$ ખાતર ઉદ્યોગો | $III$ સ્લેગ |
$D$ પેપર મિલ્સ | $IV$ જૈવ વિઘટનીય કચરો |
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.
તમે તમારા ખેતરમાં અથવા બગીચામાં કોમ્પોસ્ટ બનાવવાના ખાડા તૈયાર કરેલા છે. ઉત્તમ કોમ્પોસ્ટ બનાવવાની પ્રક્રિયાની ચર્ચા દુર્ગધ, માખીઓ તથા નકામા પદાર્થોના પુનર્યક્રણના સંદર્ભમાં કરો.