$\mathrm{‘a'}$ બાજુવાળા ઘનમાંથી પસાર થતું ફલક્સ આકૃતિમાં બતાવ્યું છે કે જ્યારે વિધુતભાર $\mathrm{q}$ ને,
$(i)$ $\mathrm{A}$ ઘનના એક ખૂણા પર
$(ii)$ ઘનની ધારના મધ્યબિંદુ $\mathrm{B}$ પર
મૂકવામાં આવે છે તો ઘનની બધી બાજુએથી પાસાર થતાં ફ્લક્સ વિષે માહિતી આપો
$(i)$ $\mathrm{A}$ ઘનના એક ખૂણા પર
ધનને આઠ ખૂણાઓ હોય તેથી ધન માટે કુલ વિદ્યુતભાર વિતરણ, $\frac{q}{8 \times 1}=\frac{q}{8}$
$\therefore$ ગોસના નિયમ પરથી $A$ બિંદુએ વિદ્યુત ફલક્સ,
$\phi=\frac{q}{8 \epsilon_{0}}$
$(ii)$ ઘનની ધારના મધ્યબિંદુ $\mathrm{B}$ પર
ઘનની ધારના મધ્યબિંદુ $B$ પર $q$ વિદ્યુતભાર હોય,તો $B$ બિંદુએ જે ઘનના કેન્દ્રમાં રહેલો વિચારવા બીજા ત્રણ તેવા જ ઘનની જરૂર પડે.આમ, ફુલ 4 ઘન જોઈએ. હવે ગોસના નિયમ પરથી ચાર ઘનમાંથી પસાર થતું ફલક્સ
$\phi^{\prime}=\frac{q}{\epsilon_{0}}$
$\therefore$ એક ધનમાંથી પસાર થતું ફલક્સ,
$\phi=\frac{\phi^{\prime}}{4}=\frac{q}{4 \epsilon_{0}}$
ગૉસિયન સપાટી (પૃષ્ઠ) કોને કહે છે ?
બે સમાંતર સુવાહક પૃષ્ઠોની એકબાજુનું ક્ષેત્રફળ $A$ છે. જો કોઈ એક પૃષ્ઠને વિદ્યુતભાર $Q$ આપવામાં આવે અને બીજીને તટસ્થ રાખવામાં આવે, તો બંને પૃષ્ઠોની વચ્ચે કોઈ બિંદુ પાસે વિદ્યુતક્ષેત્ર કેટલું છે ?
આકૃતિ વિદ્યુતક્ષેત્રની બળ રેખાઓ બતાવે છે. રેખાની જગ્યા દરેક સ્થાને કાગળને સમાંતર છે. જો $A$ આગળ ક્ષેત્રનું મૂલ્ય $40\ N/C$ હોય તો $B$ આગળ અંદાજીત ક્ષેત્રનું મૂલ્ય .......$N/C$ હશે.
એક વિધુતક્ષેત્ર ધન $x$ માટે ધન $x$ -દિશામાં અને સમાન છે તેમજ ઋણ $x$ માટે તેટલા જ મૂલ્યનું સમાન અને ઋણ $x$ -દિશામાં છે. $x\,>\,0$ માટે $E = 200\hat i\;N/C$ અને $x\,<\,0$ માટે $E = - 200\hat i\;N/C$ આપેલ છે. $20\, cm$ લંબાઈ અને $5 \,cm$ ત્રિજ્યાના નળાકારનું કેન્દ્ર ઉગમબિંદુ પર અને અક્ષ $x$ -દિશામાં છે, જેથી એક સપાટી $x = +10\, cm$ અને બીજી $x =-10 \,cm$ આગળ છે (આકૃતિ). $(a)$ દરેક સપાટ બાજુઓમાંથી બહાર આવતું કુલ ફલક્સ કેટલું છે ? $(b)$ નળાકારની વક્ર બાજુમાંથી ફલક્સ કેટલું છે ? $(c)$ નળાકારમાંથી બહાર આવતું કુલ લક્સ કેટલું છે ? $(d)$ નળાકારની અંદર કુલ વિદ્યુતભાર કેટલો છે ?
એક લાંબા નળાકારીય કદ ધનતા $\rho$ ધરાવતું નિયમિત વિદ્યુતભાર વિતરણ ધરાવે છે. નળાકારીય કદની ત્રિજ્યા $R$ છે. એક $q$ વિદ્યુતભારીત કણ તેની આસપાસ વર્તુળાકાર પથ પર ભ્રમણ કરે છે. વિદ્યુતભારની ગતિઉર્જા ......થશે.