આણ્વીય કક્ષકોનાં પ્રકાર કયા છે ? તેમના વિશે ટૂંકમાં માહિતી આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

દ્વિપરમાણ્વીય અવુની આણ્વીય કક્ષકોને $\sigma$ (સિગ્મા), $\pi$ (પાઈ) અને $\delta$ (ડેલ્ટા) વગેરે નામથી ઓળખવામાં આવે છે. $\sigma$ (સિગ્મા) આણવીય કક્ષકો : $\sigma$ આણ્વીય કક્ષકો બંધની આસપાસ સંમમિત હોય છે.

દા.ત. $\sigma_{1 s}$ અને $\sigma_{1 s}^{*}:$ બે કેન્દ્રોની ઉપર કેન્દ્રિત થયેલી બે $1 s$ હોય છે, જેમનાં રેખીય સંગઠન $(LCAO)$ થી બે આણ્વીય કક્ષકો બને છે, જે બંધઅક્ષની આસપાસ સંમમિત હોય છે. આવી આણ્વીય કક્ષકો $\sigma$ પ્રકારની છે અને તેમને $\sigma_{1 s}$ તથા $\sigma_{1 s}^{*}$ તરીક ચિન્હીત કરાય છે.

દા.ત. $\sigma_{2 p_{z}}$ અને $\sigma_{2 p_{z}}^{*}:$ જો આંતરકેન્દ્રિય ધરી $Z-$દિશામાં લેવામાં આવે અને બે પરમાણુઓની $2 p_{z}$ કક્ષકોનું રેખીય સંગઠન કરવાથી બે સિગ્મા આણ્વીય કક્ષકો બને છે અને આ બે $MO$ ને $\sigma\left(2 p_{z}\right)$ તથા $\sigma^{*}\left(2 p_{z}\right)$ થી તરીકે ચિન્હીત કરાય છે.

$\sigma(1 s), \sigma^{*}(1 s), \sigma(2 s), \sigma^{*}(2 s), \sigma\left(2 p_{z}\right), \sigma^{*}\left(2 p_{z}\right)$ તે $\sigma$ પ્રકારની છે અને બંધ અક્ષની આસપાસ સંમિત હોય છે.

$\sigma(1 s), \sigma^{*}(1 s), \sigma(2 s), \sigma^{*}(2 s), \sigma\left(2 p_{z}\right), \sigma^{*}\left(2 p_{z}\right)$ તે $\sigma$ પ્રકારની છે અને બંધ અક્ષની આસપાસ સંમિત હોય છે.

$\pi$ અને $\pi^{*}$ પ્રકારની આણ્વીય કક્ષકો : $\pi$ આણ્વીય કક્ષકો બંધની આસપાસ સંમમિત હોતી નથી. કારણકે તેઓમાં બંધઅક્ષની ઉપર અને નીચે ભિન્ન $(+) / (-)$ ચિહ્નથી સંમિત હોતાં નથી.

બે પરમાણુઓની $2 p_{x}-2 p_{x}$ તથા $2 p_{y}-2 p_{z}$ નાં રેખીય સંગઠનથી આણ્વીય કક્ષકો $\pi$ પ્રકારની હોય છે અને તેમને $\pi$ તથા $\pi^{*}$ તરીકે ઓળખવામાં આવે છે.

$\pi$ પ્રકારની આણ્વીય કક્ષકમાં સમતલની ઉપર ધન પિંડક અને નીયેની તરફ ઋણ પિંડક હોય છે.

બંધકારક આણ્વીય કક્ષકો $\pi$ આંતર કેન્દ્રિત આજુની ઉપર અને નીચે વધારે ઈલેક્ટ્રોન ધનતા ધરાવે છે.

બંધપતિકારક આણ્વીય $\pi^{*}$ કક્ષક છે. તેમાં કક્ષક અને કેન્દ્રો વચ્ચે નોડ હોય છે.

Similar Questions

પ્રાથમિક આણ્વીય કક્ષક સિદ્ધાંતને આધારે એકમ ધન નાઇટ્રોજન અણુ $N_2^ + $ નું ઇલેટ્રોનિક બંધારણ નીચેનામાંથી ક્યું હશે?

${{\rm{N}}_2},{{\rm{O}}_2}{\rm{,O}}_2^ + $ અને ${\rm{O}}_2^ - $ ના બંધક્રમાંક ગણો.

નીચેના આપેલા ઓક્સાઈડ્સમાં પેરામેગ્નેટિક ઓક્સાઈડની સંખ્યા છે?

${Li}_{2} {O}, {CaO}, {Na}_{2} {O}_{2}, {KO}_{2}, {MgO}$ અને ${K}_{2} {O}$

  • [JEE MAIN 2021]

$\mathrm{O}_2, \mathrm{O}_2{ }^{+}$અન $\mathrm{O}_2{ }^{-}$ની $\left(\pi^*\right)$ આણ્વીય કક્ષકો માં હાજર ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ............ છે. 

  • [JEE MAIN 2024]

આણ્વિય કક્ષક વાદ મુજબ, નીચેનાં પૈકી કયા ઘટકો  અસ્તિત્વ ધરાવના  નથી ?

  • [JEE MAIN 2021]